Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અર્જુનભાઈ મોઢવાડિયાની નેતૃત્વમાં આકાર લે છે આંદોલન

જેતપુર-પોરબંદર પાઈપલાઈન વિવાદમાં

રાજકોટ, તા. ૧૦ : સમગ્ર યોજના અંગે માહિતી આપતા અજુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ કચરાનાને પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના અનેક રીતે વિનાશકારક છે. જેતપુરમાંથી જે કેમિકલ યુક્ત પાણી નિકળે છે. તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારો સુધીની ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજનું ૮૦ કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી ૧૦૫ કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. ૮૦ કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.

(9:58 pm IST)