Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઉપલેટામાં ટેકાના ભાવમાં સોળસોથી વધુ રજીસ્ટ્રેશન દૈનિક ખરીદી માત્ર ચાર ખેડુતોનીઃ કિશાનસભાનું આવેદનપત્ર

(જદગીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૧ : ઉપલેટા પંથકમાં મોજ ડેમ વેણું ર ડેમ ભાદર ડેમનું પાણી રવિપાકને સંપુર્ણ મળેલ હોવાથી ઘઉંનું ઉત્પાદન પુષ્કળ થયેલ છે ખેડુતે ટેકાના ભાવ રૂ.૩૯પમાં ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે ખુલ્લા બજારમાં રૂ.૩૦૦ થી ૩રપ હોવાથી ટેકાના ભાવમાં વળતર સારૂ હોય માટે ૧૬૦૦ થી વધુ ખેડુતોએ ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે આજની સ્થિતીએ ખેડુતોને ખરીફ પાકના વાવેતરની તૈયારી કરવા માટે બિયારણ ખાતર ખરીદવા તેમજ ખેત ધિરાણ ભરવા નાણાંની ખાસ જરૂરીયાત છે તેવા સમયે જ ભાવના ઘઉં ખરીદવાની ગતી ખુબજ મંદ છે. દશ દિવસમાં માત્ર ૧પ ખેડુતોના ઘઉં ખરીદયા છે. આ સ્થિતિમાં કયારે ઘઉં વેચાય અને કયારે નાણા મળે તેની મુંઝવણ વધી ગઇ છે.

ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરા તેમજ કિશાનસભાના આગેવાન લખમણભાઇ પાનેરા, ખીમાભાઇ આલએ જીલ્લા પુરવઠા નિગમના મેનેજરને આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવેલ છે કે ખેડુતોને નાણાની ખુબજ જરૂર છે ત્યારે ઘઉં ખરીદવાની કામગીરી તેજ કરવી જોઇએ જેથી વહેલીતકે ખેડુતના હાથમાં નાણા આવે ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી શકે ટેકાના ભાવથી ખરીદીમાં ઝડપ નહી આવે તો પુરવઠા નિગમની કચેરી સામે ઉપવાસમાં બેસી જવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે.

(11:47 am IST)
  • ' વધારવી હોય તો રોજગારી વધારો દાઢી નહીં ' : મહારાષ્ટ્રમાં ચાની લારી ચલાવતા અનિલ મોરે નામક શખ્સે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દાઢી કરાવવા 100 રૂપિયાનું મનીઓર્ડર મોકલ્યું : લોકડાઉનને કારણે છેલ્લા દોઢ વર્ષથી ધંધો બંધ છે : એક ચાયવાળો બીજા ચાયવાળાની મુશ્કેલી નહીં સમજી શકે તો બીજું કોણ સમજશે ? : મનીઓર્ડર સાથે મેસેજ મોકલ્યો access_time 11:01 am IST

  • ખંઢેરી રેલ્વે સ્ટેશનને વધુ સુવિધાયુકત બનાવવા માટે કલેકટર અને રેલ્વે તંત્ર વચ્ચે મીટીંગ : એઈમ્સ બની રહી હોય રાજયભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલ્વે આ મહત્વનો પ્લાનીંગ કરી રહ્યા છે : ખંઢેરી એઈમ્સ માટે પરાપીપળીયાનો ૭ મીટરનો રોડ ૧૦ મીટરનો કરવા કવાયત : રૂડાનો ડી.પી. રોડ પણ ડેવલપ કરાશે : આ બાબતે આજે માર્ગ - મકાનના સુપ્રિટેન્ડેન્ટ અને એજ્યુકેટીવ ઈજનેરને કલેકટરે મીટીંગ માટે બોલાવ્યા access_time 12:15 pm IST

  • ચીનમાં બર્ડ ફ્લુનો રોગચાળો ફાટી નીકળ્યો: હજારો પક્ષીઓના મોત : ચીનના શાનક્ષય પરગણામાં બર્ડ ફલૂ H5N8 નો રોગચાળો ફાટી નીકળ્યાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. શેનમૂ શહેરના હોંગજિહનાઓ રિઝર્વ ક્ષેત્રમાં ૪૦૦૦ થી વધુ વાઈલ્ડ પક્ષીઓના માંદા પડીને મોત થયા છે . access_time 10:04 am IST