Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબીના જોન્સનનગરમાં જુગારનો દરોડો : 11 જુગારીઓને 4.60 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા

 

ફોટો

મોરબી જોન્સનગરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડતા અગીયાર શખ્સોને રોકડા રૂપિયા 4.60 લાખના રોકડા સાથે ઝડપી લીધા હતા

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.જાડેજાને મોરબીમાં જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા psi એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગ હતા ત્યારે એલ.સી.બી. પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા શકિતસિંહ લખધીરસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે લાતી પ્લોટ જોન્સનગર ખ્વાજા પેલેસની પાછળ આરોપી ઇમરાન ઇકબાલ જેડા (રહે. મોરબી જોન્સનગર )વાળો પોતાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય ત્યારે રેઇડ દરમ્યાન આરોપીઓ (1) ઇમરાન ઇકબાલ જેડા/મિયાણા ઉ.વ.ર૭ રહે લાતીપ્લોટ ખવાજા પેલેસની બાજુમાં (૨) હુશેનભાઇ અલારખાભાઇ શેખસિપાઇ ઉ.વ.૨૭ રહે મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ (3) અસ્લમ સલીમભાઇ ચાનીયા/સંધી ઉ.વ.૩૮ રહે કાલીકાપ્લોટ શેરી નં.-૦૨ ઇન્ડીયા પાન ની બાજુમાં (૪) આશીક ઉર્ફે ખંજાર ઇકબાલભાઇ માડકીયાઘાંચી ઉ.વ.રર રહે ઘાંચીશેરી ફારૂકી મસ્જીદ પાસે (૫) અકીલ ઇસ્માઇલ વકાલીયામોમીન ઉ.વ.ર૧ રહે ચંદ્રપુર ગુલશનપાર્ક સોસાયટી તા વાંકાનેર (6) ઇસ્માઇલ યારમહમદ બ્લોચમકરાણી ઉ.વ.૨૭ રહે. મકરાણીવાસ, સબજેલ પાછળ (૭) મુસ્તુફા દાદુભઇ દાવલીયા પીંજારા ઉ.વ.૨૧ રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજન શાળા સામે (૮) સંદિપ ઉર્ફે ઉો જગદિશભાઇ શેરસીયા/પટેલ ઉ.વ.૩૦ રામજીમંદિરની પાછળ, (૯) ઇરફાન અલારખા ચીંચોદરા/ધાંચી ઉવ.૪૧ રહે સથવારા બોર્ડીંગ પાછળ કવાર્ટર નંબર -૬૬ ફૂડકો પરસોતમચોક પાસે (૧૦) આશીફભાઇ ગફારભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ. ૨૦ રહે કાલીકા પ્લોટ સાયન્ટીકફીક રોડ અને (૧૧) સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા ઉ.વ. ૩૩ સો-ઓરડી સહિતનાં 11 શખ્સોને રોકડ રૂપીયા ૪,૬૦,૦૦૦ ઝડપી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ હેઠળ મોરબી સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે

(10:09 pm IST)