Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ખંભાળીયાના માંઢામાં સરકારી જમીન ઉપર કબ્જા મુદ્દે ખેરાજ ગઢવીની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હામાં ધરપકડની તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૬: માંડા ગામે રહતો અને અરજદાર સોમાભાઇ નકુમને સાણથલીમાં કાયદેસરની માલિકી હેઠળ મળી હોય જે જમીન કોરા કાગળમાં સહિ કરાવી ખેરાજ રાયા ગઢવીએ પડાવી લઇ તેમાં કબ્જો કર્યો હતો. અરજદારે કલેકટરને કરેલી અરજીની તપાસ પ્રાંત અધિકારીને સોપતાં તપાસ પૂર્ણ થઇ અરજદારની ૧૪ વિઘા જેટલી જમીન જેની સરકારી જંત્રી મુજબ કિંમત રૂ. ૬,૮૬,૩૬૩ તેમજ બજાર કિંમત રૂ. ૧૪ લાખ થાય છે.

ખેતીની જમીન પ્રથમ અરજદાર સોમા પાલા નકુમના પિતા પાલાભાઇ નારણભાઇને સરકાર દ્વારા સાણથલીમાં આપવામાં આવી હતી જે અરજદારના પિતાએ જુની શરતમાંથી નવી શરત ૧૯૯૭માં કર હતી. જે નવી શરતમાં તબદીલ થયાનો હુકમ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવે એ પહેલા અરજદારના પિતાએ કુલમુખત્યારનામુ આપેલ જે જીવાભાઇ દેવાભાઇએ પ્રાંત અધિકારીના રીવ્યુ હુકમ થાય એ પહેલા ગઢવી ખેરાજ રાયાને ૩૫,૦૦૦ના વેચાણ દસ્તાવેજથી જગ્યા વેંચી નાખેલ અને પ્રાંત અધિકારીએ મામલતદારને નવી જુની શરતનો હુકમ કરેલ તે રદ કરી નાખેલ બાદ અરજદારના પિતા પાલા નારણએ કલેકટરને તેમજ ઉચ્ચ કક્ષાએ રિવીઝન અરજી કરી હતી આ જગ્યાનો હુકમ રદ કરવામાં આવતા જગ્યા સરકારની માલિકીની થઇ જતાં હાલ આ જગ્યા સરકારના નામે રેકર્ડ પર ચાલે છે. એમ છતા ખેરાજ રાયા ગઢવી આ સરકારી જમીન પર કબ્જો જમાવી  ખેડી અને તેનો ઉપયોગ કરતાં આ અંગે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(2:05 pm IST)