Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

ભુજ :આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ માટે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ અને પ્રદર્શન

ભુજ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને કચ્છ પંચાયત પરિવાર દ્વારા કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ માટે મેગા આયુષ નિદાન સારવાર  ૨૨/૦૨/૨૦૨૪(ગુરુવાર) ના રોજ જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં સવારે ૧૦ કલાકથી બપોરના ૪ વાગ્યા સુધી યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત  જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથી તરીકે એસ.કે. પ્રજાપતિ (IAS) જિલ્લા વિકાસ અધિકારી  કચ્છ અને અતિથી વિશેષ તરીકે શ્રીમતી મનીષાબેન વેલાણી, ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત, રાજેન્દ્રસિંહ જાડેજા ચેરમેન જાહેર આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત રહેવાના છે, આ મેગા આયુષ કેમ્પમાં કચ્છ પંચાયત પરિવારના સભ્યો માટે નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ –જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણ પ્રાશન, વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, યોગ નિર્દર્શન, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ તથા પુસ્તકોના પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.

(12:58 am IST)