Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબીના પીપળી રોડ ઉપર પાણી વહેતા કરી દેતું કમોસમી ઝાપટું. માવઠાએ માઝા મૂકી હોય તેવી સ્થિતિ વચ્ચે ગમે ત્યારે ગમે ત્યાં પાણી-પાણી

મોરબી : રાજ્યમાં ચોમાસાની સીઝન હવે કાયમી બની હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે, આજે મોરબી જિલ્લામાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ દે ધનાધન વરસ્યો હતો અને પીપળી રોડ ઉપર તો પળવારમાં જ પાણી વહેતા કરી દીધા હતા.

મોરબીમાં આજે સતત ચોથા દિવસે માવઠું થયું હતું અને પીપળી- મહેન્દ્રનગર રોડ ઉપર કમોસમી વરસાદ પડયો હતો અને ભારે કમોસમી વરસાદનું ઝાપટું પડી જતા રોડ ઉપર પાણી વહી નીકળતા સતત માવઠાથી ખેડૂતોના હૈયે ફાળ પડી હતી અને રવિ પાકને નુક્શાન થવાની ભીતિથી ખેડુતો ફફડી ઉઠ્યા હતા.
મોરબી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું જો કે જિલ્લાના ચારેય તાલુકામાં આજે કમોસમી વરસાદ ન પડ્યો હોવાનું જાણવા મળે છે. અમારા પ્રતિનિધિઓના અહેવાલ મુજબ માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વાદળછાયું વાતાવરણ હોવાથી માવઠાના અણસાર વર્તાય રહ્યા છે.

(6:45 pm IST)