Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભાવનગરમાં વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ની ઉજવણી ફેશન-શો, જાગૃતિ કેમ્પ અને ડ્રોઇન કેમ્પના આયોજન કરાયું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: પી.એન.આર.સોસાયટી ભાવનગર સંચાલિત નટરાજ કોલેજના ઓડિટોરિયમ ખાતે “ હ્યૂમન રિસોર્સિઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ” અંતર્ગત “વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે” ની ઉજવણી કરવામાં આવી. સંસ્થાનામાનદ મંત્રી કિરીટભાઇ રાઠોડે સ્વાગત અને પ્રસંગ પરિચય આપ્યા બાદ તજજ્ઞોએ રંગસૂત્રમાં ક્ષતિ દ્વારા થતી દિવ્યાંગતાની સરળ સમજણ આપી દિશા-વિકાસ પ્રોજેક્ટના બાળકોએ નૃત્ય અને cp ના બાળકોએ બાળગીતો રજૂ કર્યા. સેલ્ફ કેર વિવિધ થેરાપી બિહેવિયર મેનેજમેંટ અને સમિલીકરણ દ્વારા સમસ્યા નિવારી શકાય છે. ફેશન-શો, જાગૃતિ કેમ્પ અને ડ્રોઇન કેમ્પના આયોજન કરાયું. વાલી સોનલબેને સંસ્થા તથા પોતાના બાળકના સંઘર્ષથી સફળતાની ગાથા રજૂ કરી અને અન્ય વાલીઓને પ્રોત્સાહન માર્ગદર્શન પૂરું પડેલ. કાર્યક્રમનું સંચાલન વિભૂતિબેન કરેલ. જ્યારે આભાર વિધિ  જીજ્ઞાબેન સોલંકીએ કરી હતી.

(6:54 pm IST)