Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પોરબંદરમાં વધુ એક ઓકસીજન સીલીન્ડર રીફીલીંગ યુનિટને મંજુરીઃ કોરોના દર્દીઓને રાહત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: કોરોના સંકટ સમયે હોસ્પીટલોમાં ઓકસીજનની અછત સર્જાય રહી છે તેવા સમયે જિલ્લા કલેકટરે શહેરમાં ઓકસીજન સીલીન્ડરનું રીફીલીંગ કરતા વધુ એક યુનીટને મંજુરી કરતા વધુ એક યુનીટને મંજુરી દેવામાં આવી છે.

જીઆઇડીસીમાં ઓકસીજન સીલીન્ડરનું  રીફીલીંગ કરતુ  યુનીટ લાયસન્સ રીન્યુ નહી થવાને કારણે ૩ વર્ષથી બંધ પડયું હતું. આજે કોરોનાનો સંકટ સમય ચાલી રહયો હોય તેવા સમય ે ઓકસીજન સીલીન્ડરનું રીફીલીંગ કરતા યુનીટને કલેકટરે મંજુરી આપી દેતા કોરોનાના દર્દીઓને રાહત પહોંચી છે. ઓકસીજન સીલીન્ડર રીફીલીંગ યુનીટ પાલીકાના પુર્વ પ્રમુખ સ્વ.ડોલરભાઇ ચોટાઇનું હોવાનું જાણવા મળે છે.

શહેરમાં જીઆઇડીસીમાં ઓકસીજન સીલીન્ડરનું રીફીલીંગ કરતુ અન્ય એક યુનીટ અગાઉથી ચાલુ છે. જે યુનીટ ઉદ્યોગપતિ સુધીરભાઇ શાહનું છે. આ યુનીટ દ્વારા સિવીલ હોસ્પીટલને દરરોજ ૪૦૦ ઓકસીજનના સીલીન્ડરો તેમજ ૧૬૦ ઓકસીજનના સીલીન્ડરો રાજયના અન્ય જીલ્લામાં પુરા પાડે છે.

(12:07 pm IST)