Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમરેલીમાં સમયસર ઓકસીજન પહોંચાડીને એસપી નિર્લિપ્ત રાયએ દર્દીઓને મુશ્કેલીમાં મુકાતા બચાવ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.,૨૧: અમરેલીમાં શાંતા બાગ જેરા હોસ્પીટલ, નર્સીગ હોસ્ટેલ, રાધીકા હોસ્પીટલ જેવી પાઇપ લાઇનથી સજ્જ ઓકિસજનની સુવીધા ધરાવતી હોસ્પીટલમાં અત્યારે રોજ લાખો લીટર ઓકિસજન કોરોનાના દર્દીઓને અપાઇ રહયો છે અને તેમના જીવ બચાવી રહયો છે ત્યારે પાંચ સાત દિવસ પહેલા રાત્રીના સમયે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પીટલમાં ઓકસીજનની ગાડી સમયસર ન આવી અને શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એક પોલીસ અધિકારીએ રાત્રીના જ તપાસ કરાવી સમયસર ઓકિસજન અમરેલી આવે તેવી વ્યવસ્થા કરી મોટી કટોકટી ટાળી દીધી હતી. આ બનાવમાંથી બોધ પાઠ લઇ અને કલેકટર શ્રી આયુષ ઓક તથા એસપી શ્રીએ ઓકસીજનની સ્થિતિ અંગે સતત વાકેફ રહી ઓકસીજન ન ઘટે તે માટેે વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ આજે મંગળવારે ઓકિસજન ખલાસ થવાની તૈયારીમાં હતો અને જો મોડો પડે તો અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ હતી તેવા સંજોગોમાં શ્રી નિર્લિપ્તરાયએ ઓકસીજનની ફેકટરીએથી અમરેલી આવતી ટેન્કને પોલીસનું એસ્કોટીંગ આપી ગણતરીના કલાકોમાં અમરેલી પહોંચાડી દર્દીઓને મુશ્કેલીમાં મુકાતા બચાવ્યા હતા. આ સૌની ફરજ છે પણ સતત જાગતા રહી અને તેનો અપડેટ મેળવી ધ્યાન રાખનાર અધિકારી અમરેલીના સદનસીબ છે.

(12:48 pm IST)