Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ધોરાજી પાલિકા કોરાના મહામારીમાં આક્રમક મૂડમાં : માસ્ક નહીં પહેરનાર ૪ જેટલા વેપારીઓની દુકાન સીલ કરતા ફફડાટ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૧ : ધોરાજીમાં કોરોના મહામારી ના સમયમાં સમગ્ર ધોરાજીમાં ફફડાટ છવાયો છે અને દરરોજ ૧૦૦થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે કાબૂમાં લેવા બાબતે સંક્રમણ ઘટાડવા બાબતે ધોરાજી નગરપાલિકા આક્રમક મૂડમાં આવી છે અને જે દુકાનોમાં માસ્ક પહેર્યા વગર વેપારીઓ બેઠા હોય તેમની દુકાન સીલ કરવાની કાર્યવાહી શરૂ કરતા ફફડાટ છવાયો હતો ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના નો વિસ્ફોટ મોટા -માણમાં છે તેને કાબૂમાં લેવા બાબતે રાજકોટ જિલ્લા કલેકટર સાહેબની સૂચના અનુસાર કડક હાથે પગલાં લેવા સૂચના  મળતા ધોરાજી નગરપાલિકાની અમારી સાથે ટીમ સાથે અમેં સર્વે કરતાં ૪ જેટલી વેપારીઓની દુકાનો માં માસ્ક પહેર્યા વગર બેઠેલા જોવા મળતા તાત્કાલિક અસરથી ૪ દુકાનોને સીલ મારવામાં આવી હતી

આ સમયે ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસર સાથે જોડાયેલ હતા  ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવેલ છે ધોરાજીમાં કોરોના મહામારીનો વ્યાપ વધારે છે તે ઘટાડવા બાબતે ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ અને હું જાતે નિરીક્ષણ કરવા માટે ફરશું જેથી વેપારીઓએ પણ સાવચેત રહેવા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર એ યાદીમાં જણાવ્યું છે.

(12:48 pm IST)