Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનામાંથી મુકિત આપો : રામનવમી નિમિત્તે ભાવિકોની પ્રાર્થના

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહાપર્વની સાદાઇથી ઉજવણી : સામુહિક કાર્યક્રમો રદ

રાજકોટ,તા. ૨૧: આજે શ્રીરામનવમી પર્વની ઉજવણી કોરોના મહામારીના કારણે સાદાઇથી કરવામાં આવી છે. ભગવાનશ્રી રામ સમક્ષ કોરોનાથી મુકિત આપવાની પ્રાર્થના ભાવિકો દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ સહિત સૌારાષ્ટ્ર -કચ્છમાં સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે.

ધોરાજી

ધોરાજીમાં ભગવાનશ્રી રામચંદ્રજીની જન્મજયંતિની ઉજવણી માત્ર વૈદિક પરંપરા મુજબ સાદાઇથી ઉજવણ કરાશે.

ધોરાજી રામ લલ્લાની જન્મજયંતિ ઉજવણી નિમિતે ભવ્ય શોભાયાત્રા  અને ભવ્યતાથી ઉજવાય છે. પરંતુ કોરોના મહામારીના સમય રામજન્મ  મહોત્સવ તેમજ ભવ્ય લોક મેળો બંધ રાખવામાં આવ્યો છે. આ તકે મંદિરે માત્ર પુજા અર્ચના અને આરતી થશે. અને ભકતજનોએ ઘરે ભગવાનના દર્શન પુજન, અર્ચના કરવા જેથી કોરોનાની મહામારીથી બચી શકાય અને ભકતજનો રામજન્મ જયંતિ નીમિતે સર્વ વિશ્વમાં કોરોના મહામારીથી બચે તેવી પ્રાર્થના કરી હતી.

ખંભાળીયા

ખંભાળીયા : આજે રામનવમી નિમિતે ખૂબ જ સાદાઇ તથા શાંતિપર્ણ રીતે ભગવાન રામની જન્મજયંતિ ઉજવાઇ હતી.

વિશ્વ હિંદુ પરિષદના ખંભાળિયા પ્રમુખ જયસુખભાઇ મોદીએ જણાવેલ કે હાલ કોરોના મહામારી હોય તમામ ઉજવણી રદ કરીને શાંતિપૂર્ણ રીતે કોરોનાના નિયમોના પાલન સાથે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવામાં આવશે તથા મિત્રમંડળના સૌજન્યથી અજમો લવીંગ અને કપુરની પોટલીનું વિતરણ કરવામાં આવ્યું છે. ખંભળિયામાં નગર ગેઇટ પાસેની પ્રાચીન શ્રીરામ મંદિરે રામ સીતા લક્ષ્મણ તથા હનુમાનજીની ભવ્ય શણગાર સાથે દર્શન યોજાયા હતા તો ખંભાળિયામાં દ્વારકા નાકા પાસે વિજય ચોક પાસે શ્રી રામમંદિરે પણ દર્શન યોજાયા હતા.  બજરંગ દળ તથા વિહિપના કાર્યકરોએ પોતાના ઘરે શ્રીરામ જન્મની ઉજવણી રામમૂર્તિની પુજા કરી () હતી.

(12:51 pm IST)