Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

આર્ય સમાજ -જામનગર દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો ૧૨૦નું રસીકરણ થયું

જામનગર : આર્યસમાજ - જામનગર દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઉપચારાત્મક પગલાઓના શ્રુખલાના ભાગરૂપે આર્યુવેદિક ઔષધીઓથી નિર્મિત ઉકાળાનું વિતરણ કર્યા બાદ 'કોરોના વેકસીનેશન કેમ્પ'નું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રના સહયોગથી કરવામાં આવેલ. જેમાં ૧૨૦ વ્યકિતઓએ રસીકરણ કરાવેલ. આ વેકસીનેશન કેમ્પમાં રસી મુકાવનાર દરેક લાભાર્થીને આર્યસમાજ - જામનગર તરફથી બિસ્કીટ, હવન સામગ્રી તેમજસ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ સભ્ય પુનમબેન માડમ તરફથી કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના અને આર્યસમાજ - જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, આર્યસમાજ - જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દ મંત્રી મહેશભાઈ રામાણી, ઉપપ્રમુખ સત્યદેવભાઈ વલેરા, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના કોષાધ્યક્ષ અને આર્યસમાજ - જામનગરના ઉપમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તપનભાઇ જે. પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ પી. કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન એચ. પંડ્યા, વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર કેતનભાઈ જે. નાખવા અને પ્રવિણાબેન જે. રૂપડીયા, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા , પૂર્વ શહેર ભાજપના પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, ભાજપ વોર્ડ પ્રમુખ મુકેશભાઈ વસોયા , શહેર ભાજપ મંત્રી નિશાંતભાઈ અગારા , ભાજપ યુવા મંત્રી શ્રી મોહિતભાઈ મંગી, આર્યસમાજ - જામનગર ના અંતરંગ સદસ્ય શ્રી ધીરજલાલ એમ. નાંઢા, અરવિંદભાઈ મહેતા, ધવલભાઈ બરછા,  પ્રભુલાલભાઈ જે. મહેતા, વિશ્વાસભાઈ ઠક્કર,આશાબેન ઠક્કર, સભાસદ દર્શનભાઈ ઠક્કર, તેજભાઈ ઠક્કર, અરવિંદભાઈ વાલંભિયા, ઉર્મિલાબેન વાલંભિયા, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યાશ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રી જયશ્રીબેન દાઉદીયા ઉપસ્થિત રહ્યા હતા, આવેલ અતિથીઓનું ઉપવસ્ત્ર અને વૈદિક સાહિત્યના પુસ્તકોથી અભિવાદન કરવામાં આવ્યું.

(12:55 pm IST)