Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જામનગરના સ્મશાનમાં અંતિમિવિધી માટે વૈકલ્પીક વ્યવસ્થા

જામનગર : જામનગરમાં કોરોનાથી ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જયારે જામનગરમાં એવરેજ દરરોજના ૩૦થી ૩૫ જેટલા મૃતદેહો મકાનમાં અગ્નિસંસ્કાર માટે આવે છે જામનગરમાં શહેરમાં બે સ્મશાન ગૃહ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે શહેરના મુખ્ય જુના આદર્શ સ્મશાન ગૃહમાં હાલ ૧૩ જેટલા મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ખાટલાઓની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં મૃતકોના પરિજનોને કોઈ તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અગાઉ સ્મશાનમાં છ ખાટલા હતા જયાં હવે ૧૩ ખાટલાઓ લાકડા થી અગ્નિસંસ્કાર માટે ઉભા કરવામાં આવ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા જામનગર)

(12:56 pm IST)