Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ધ્રોલમાં અલ્ટ્રો કારે વૃદ્વાને મારી નાખી !

જામનગર, તા.૨૧: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જયંતિલાલ મનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જયંતિલાલની માતા નંદુબેન ફરીયાદી જયંતિલાલના જી.એમ.પટેલ વાડી વિસ્તાર ધ્રોલના  મકાનેથી ધ્રોલ જામનગર હાઈવે રોડ ચાલીને ક્રોસ કરીને બીજીવાડીએ શાકભાજી લેવા જતા હતા ત્યારે જામનગર તરફથી આવતી અલ્ટો ગાડી નં. જી.જે.૧૦–ડી.એ.–૬૪૧૭ નો ચાલકે પોતાની ફોરવ્હીલગાડી ફુલસ્પીડમાં ચલાવી અને નંદુબેનને હડફેટે લેતા માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ પામેલ છે.

છાતીમાં દુઃખાવાથી મોત

રાજકોટમાં રહેતા રવિભાઈ નાથાભાઈ ઝાપડા, ઉ.વ.૩૧ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, નાથાભાઈ કાનાભાઈ ઝાપડા, ઉ.વ.પ૯, રે. જકાતનાકા પાસે, સોહમનગર શેરી નં.–૪, આશાપુરા સર્કલ, જામનગરવાળા પોતાના ઘરે છાતીનો દુઃખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

મજુુરીના પૈસા બાબતે મારી નાખવાની ધમકી આપ્યાની

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જેકીભાઈ જીતુભાઈ લાલવાણી એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ફુટ માર્કેટીંગ યાર્ડમાં ફરીયાદી જેકીભાઈની દુકાનના થળે આરોપી કમલેશ ઉર્ફે બંસી ભગવાનજી દાઉદીયા, ધર્મેશ ઉર્ફે ભુરો ભગવાનજી દાઉદીયા, કિશન ઉર્ફે શની કાનજીભાઈ દાઉદીયા, નાનજીભાઈ કાલીદાસ દાઉદીયા, રે. જામનગરવાળા સાથે આવી મજુરીના પૈસા વધારવા બાબતે ફરીયાદી જેકીભાઈ તથા સાહેદો સાથે ચારેય આરોપીઓએ બોલાચાલી તથા ઝઘડો કરી અને જેમફાવે તેમ ગાળો કાઢી તેમજ ફરીયાદી જેકીભાઈ તથા સાહેદ મુકેશભાઈને ઢીકાપાટુનો માર મારી તેમજ ફુટના બોકસ ઘા કરી રોડ પર નાખી દઈ કિંમત રૂ.પ૦૦૦/– નું નુકશાન કરી તથા સાહેદ પરમાનંદભાઈ સાથે ઝપાઝપી કરી તેમનો મોબાઈલ ફોન તોડી નાખી આશરે કિંમત રૂ.પ૦૦૦/– નું નુકશાન કરી કુલ રૂ.૧૦,૦૦૦/– નું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દારૂ દરોડા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.  દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, બી.એન.ઝાલા હાઈસ્કુલ પાસે, જાહેરમાં આરોપી મેઘરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/–ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, અયોઘ્યાનગર, કિષ્ના સ્કુલની બાજુમાં, મોમાઈ ડેરીભ  આરોપી રવિભાઈ સાજણભાઈ ડેર એ પોતાના કબ્જાની દુકાનમાં બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્લાય કરનાર આરોપી અશ્વિન વસરાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી, શેરી નં.–પ માં આરોપી મેહુલભાઈ ઉર્ફે શેરો અશોકભાઈ રાઠોડ એ પોતાના કબ્જા ભોગવટાની રહેણાંક મકાનમાં બોટલ નંગ–૪, કિંમત રૂ.ર૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્લાય કરનાર આરોપી રાજાભાઈની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. ધનાભાઈ જગાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘેડી ગામથી જામનગર તરફ જતા નવાપરા માં કેનાલ વાળા કાચા રસ્તા ઉપર રાજશીભાઈ મેરના મકાન સામે કાચા પર આરોપી આઈ–ર૦ કાર જેના રજી.નં.જી.જે–૩ એચ.કે.–ર૯૩પ કારનો ચાલકે  વિદેશી દારૂ બોટલ નંગ–૬૩, કિંમત રૂ.રપ,ર૦૦/– તથા કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૩,રપ,ર૦૦/– ના મુદામાલ ઝડપાયો તથા આરોપી ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:14 pm IST)