Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબી નગરપાલિકા દ્વારા જૂની પ્રભાત હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

હેલ્પલાઇન નંબર +9187329 18183 ઉપર દર્દીઓ સંપર્ક કરી શકશે

મોરબી : મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં બેડના આભાવે કોવિડના દર્દીઓને થતી હેરાનગતિ દૂર કરવા અને કોવિડના દર્દીઓને સારવાર આપવા માટે મોરબી નગરપાલિકા તંત્ર પણ આગળ આવ્યું છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ જૂની પ્રભાત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
મોરબીમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઠેરઠેર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી જૂની પ્રભાત હોસ્પિટલમાં 20 ઓકિસજન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યારે બીજા 20 બેડ સામાન્ય આઈસોલેશન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્પલાઇન નંબર +91 87329 18183 પર દર્દીઓ સંપર્ક કરી શકશે.

(10:22 pm IST)