Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હળવદમાં ઓક્સીજનના અભાવે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે, પુરતો જથ્થો ફાળવવા માંગ: હળવદના યુવા અગ્રણીએ કલેકટરને રજૂઆત કરી

કોરોના મહામારીને પગલે હળવદ તાલુકાના દર્દીઓ ઓક્સીજન ના મળવાથી જીવ ગુમાવી રહ્યા છે જેથી હળવદ તાલુકાને ઓક્સીજનનો પુરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
હળવદના યુવા અગ્રણી તપનભાઇ દવેએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના મહામારીમાં હળવદ તાલુકામાં ખુબ મોટી સંખ્યા લોકો કોવિડ-૧૯ થી સંક્રમિત થયા છે જેમાં અનેક કોરોના પોઝીટીવ દર્દીઓ નું ઓક્સીઝ્ન લેવલ ઓછું થઇ જવા થી ઓક્સીજનની તાતી જરૂર પડે છે હળવદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર માં આસરે ૭૦ ગામડાઓ આવેલા છે અને હળવદ નગરપાલિકા વિસ્તારમાં પણ ૭ વોર્ડ આવેલા છે ત્યારે આ વસ્તી પ્રમાણે હળવદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ (SDH) ખાતે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે ફક્ત ને ફક્ત ૮ બેડ જ કાર્યરત છે ત્યારે અત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ હોમ કોરોન્ટાઈન કોરોના પોઝીટીવ દર્દીઓ ને ઓક્સીજનની સુવિધા મળી રહે તે માટે પ્રયત્ન કરી રહી છે જે ઓક્સીઝન ની ખાલી બોટલ રીફીલીંગ માટે અત્યાર સુધી સુરેન્દ્રનગર જતા હતા પરંતુ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સુરેન્દ્રનગર ખાતે કાર્યરત એજન્સીને જીલ્લા બહારના નાગરિકોને ઓક્સીઝન નહી આપી સકાય તેવી લેખિત સુચના આપી છે
ત્યારે હળવદ નો જુનો જીલ્લો સુરેન્દ્રનગર હોવાથી મેડીકલ ક્ષેત્ર સાથે વર્તમાનમાં પણ સુરેન્દ્રનગર સાથે જોડાયેલ છે તો સુરેન્દ્રનગર કલેકટર સાથે સંકલન કરીને હળવદ તાલુકાને સુરેન્દ્રનગર થી ઓક્સીઝન રીફીલીંગ વ્યવસ્થા મળી રહે જે અત્યાર સુધી મળતી હતી તગે માટે પ્રયત્ન કરશો તેમજ મોરબી ખાતેથી હળવદ તાલુકાના દર્દીઓ માટે ઓક્સીઝન મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે

(10:51 pm IST)