Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પોરબંદરના ખારવાવાડમાં ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

પોરબંદર, તા.૨૧: પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્‍તારમાં રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તથા ચાંદીના દાગીનાની ચોરી કરવાના પ્રકાશીત થયેલ બનાવના કામે સંડોવાયેલા આરોપીઓને અદાલતે જામીન મૂક્‍ત કરેલ છે.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ કિર્તીમંદિર પોલીસ સ્‍ટેશનમાં ગત તાઃ૮/૦૫/ર૦રર ના રોજ ફરીયાદીશ્રી કંચનબેન ચંદુલાલ મદલાણી, રહે.જલારામ મંદિર પાસે, ખારવાવાડ, પોરબંદર વાળાએ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે, તાઃ૭/૦૫/૨૦રર તા સાંજના ૭:૩૦ કલાકથી ૯:૦૦ કલાક સુધીના અરસામાં કોઈ અજાણ્‍યા ચોર ઈસમ ફરીયાદીના રહેણાંક મકાનમાં દરવાજા વાટે પ્રવેશ કરી રહેણાંક મકાનના ઉપરના માળના રૂમમાં આવેલ કબાટમાં રહેલ રોકડ રકમ રૂા.૧૩,૫૩૦/ તથા ડબ્‍બામાં રાખેલ ચાંદીના દાગીના જેમાં સાંકળા જોડી-૧ તથા પંગની આંગળીમાં પહેરવાની માછલી નંગ-૬ મળી કુલ રૂા.૧૫,૨૩૦/ની મત્તાની ચોરી કરી ગુન્‍હો કર્યા બાબતેની ફરીયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરનો ગુન્‍હો નોંધી તપાસ દરમ્‍યાન સદર ગુન્‍હાના કામે (૧)જીગર ઉર્ફ બજરંગ લાલજીભાઈ ગોસીયા તથા (૨)મનીષ ઉફફે ચાપલો રમેશભાઈ વાંદરીયા, રહે. બન્ને પોરબંદર વાળાની સંડોવણી હોવાનું જણાય આવતાં પોલીસે આરોપીઓની ધોરણસર અટક કરી કોર્ટમાં રજૂ કરતાં તેઓ તરફે જામીન અરજી રજુ કરવામાં આવેલી.

પોરંબદર શહેરના સ્‍થાનિક રહીશો હોય અને તેથી જામીન ઉપર મૂકત કર્યેથી કયાંય નાસી-ભાગી જાય તેમ ન હોય, તેમજ આરોપીઓ કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્‍તપણે પાલન કરવાની ખાત્રી આપે છે વિગેરે દલીલો બચાવ પક્ષે રજુ કરતો કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર મુકત કર્યો.

આ કામમાં બચાવ પક્ષે પોરબંદરના વકીલશ્રી જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી.જંગી, પી.બી.પરમાર, જીજ્ઞેશ ચાવડા વિગેરે રોકાયેલા હતા.

(11:00 am IST)