Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ડિપ્‍લોમા ફાર્મસીની ડીગ્રી મેળવીને ડોકટર તરીકે આટકોટમાં પ્રેક્‍ટિસ કરતા રસિકભાઇ સાવલીયાનું અકસ્‍માતમાં મોત

( વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧: આટકોટ સેવા સહકારી મંડળી પાછળ પોતાનુ દવાખાનુ ધરાવતા મુળ અમરેલી જીલ્લાના ભાડેર ગામના રસિકભાઈ સાવલિયાનુ આજે સવારે કોટડાપીઠા ગામ પાસે અકસ્‍માતમા મોત થયુ છે.
આટકોટ બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ સેવા સહકારી મંડળી પાછળ વર્ષોથી ડિપ્‍લોમા ફાર્મસીની ડીગ્રી લઈ પોતાનુ દવાખાનુ ચલાવતા રસિકભાઈ વલ્લભભાઈ સાવલિયા ઉ.વર્ષ ૬૦ આટકોટ ખાતે ઘણા વર્ષોથી દવાખાનુ ચલાવતા હતા તેઓ અમરેલી રોજ ઘેર જવાના બદલે મોટા ભાગે આટકોટ તેમના દવાખાને રોકાતા હતા અને આટકોટ ખાતે તેમના સંબંધીને ત્‍યા જમી લેતા હતા.
નિત્‍ય ક્રમ મુજબ આજે સવારે આટકોટથી સવારે ૬ વાગ્‍યા આસપાસ દુધ લઈ તેઓ ઉંટવડ ખાતે તેમના સંબંધીને ત્‍યા જવા પોતાનુ એકટીવા નં.GJ 14 AM 8445 લઈને નીકળ્‍યા હતા ત્‍યારે કોટડાપીઠા ગામ પાસે અકસ્‍માત થતા ઘટના સથળેજ માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનુ મોત થયુ હતુ.
આ બનાવની જાણ થતા જસદણ ૧૦૮ અને બાબરા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.
રસિકભાઈને સંતાનમા બે પુત્રો છે એક પુત્ર અમરેલી અને એક પુત્ર માતા સાથે અમદાવાદ રહે છે.
તેમને ત્‍યા કોઈ ગરીબ દર્દી આવે તો તેઓ મફતમા સારવાર કરી આપતા હતા.આ બનાવની વધુ તપાસ કોટડાપીઠા પોલીસ ચલાવી રહી છે.

 

(11:11 am IST)