Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ઓખામંડળના કલ્‍યાણપુર ખાતે ધો.૧૧ અને ૧૨ માટેના બિલ્‍ડિંગનું ખાત મુર્હૂત

 મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાનાં કલ્‍યાણપુર મુકામે રાવલ ભાટીયા રોડ ઉપર આવેલા કોર્ટની બિલ્‍ડિંગની બાજુમાં ઉચ્‍ચ માધ્‍યમિક શાળા ધો.૧૦ પછી ધો.૧૧ અને ૧૨ માટેનાં બિલ્‍ડીંગનું ખાત મુહુર્ત ધારાસભ્‍ય પબુભા વિરમભાઇ માણેક દ્વારા કરવામાં આવ્‍યું હતું.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ બેલા તથા જિલ્લા આરોગ્‍ય સમિતિનાં ચેરમેન નથુભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્‍ય રણમલભાઇ માડમ, જિલ્લા ભાજપનાં મંત્રી ટપુભાઇ સોનગરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વેલાભાઇ ચોપડા, તાલુકા ભાજપનાં મહામંત્રી કાનજીભાઇ ડાભી, કીર્તિરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતા.(તસ્‍વીરઃ અહેવાલ દિવ્‍યેશ જટનીયા મીઠાપુર)

(12:33 pm IST)