Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ઉનામાં જુગાર રમતા પ શખસો૧૧ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા.ર૧: એસ.ટી. બસ સ્‍ટેશન સામે જુગાર રમતા પ શખસોને પોલીસે ૧૧ હજારની રોકડ સાથે પકડી પાડયા છે.

ગીરસોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની પોલીસ રાજુભા બાલુભાઇ ગઢીયા ત્‍થા સ્‍ટાફે બાતમીના આધારે ઉના શહેરમા એસ.ટી. બસ સ્‍ટેશન સામે મીરા વિડીયો પાસે ખુલી જગ્‍યામાં ગોળ કુંડાળુ વળી રૂપીયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોય રેડ પાડતા વજીર યુનુસભાઇᅠ મંઘરા રે. ગુંદાળા, પરષોત્તમ નટવરભાઇ પ્રજાપતિ રે. આનંદવાડી પાસે ઉના, ઇરફાન મુસાભાઇ મંધરા રે. ગુંદાળા, અસરફ ગનીભાઇ રે. ઉના, સોઇલ યુસુફભાઇ મંૅઘરા રે. ગુંદાળા અને નાસી જનાર જેન્‍તી ઉર્ફે થાંભા ચોૈહાણ ર.વાજડી તા.ઉના વાળા પાસેથી મોબાઇલ ફોન નંગ-૪ રૂા.૧૦૫૫ ત્‍થા પટમાં રહેલ રોકડા રૂપીયા ૧૧૭૨૦ મળી કુલ રર હજાર રર૦નાં મુદ્દામાલ સાથે પાંચ શખસોને પકડી ઉના પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. નાસી ગયેલ શખસને પકડવા તજવીજ હાથ ધરી છે.

(12:31 pm IST)