Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની વાડીએ ખેત મજૂરી કરતી કોળી યુવતીને સગાઈ મંજુર ન હોવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

 (સંજય ડાંગર દ્વારા) ધ્રોલ ત.૨૧ :  જામનગરના મોરકડા ગામના વતની અને નથુવડલા ગામ એ નિલેશભાઈ પટેલની વાડીમાં ખેત મજૂર કરતી પૂજાબેન આતુભાઇ ભાલીયા નામની ૨૨ વર્ષીય યુવતીએ વાડીની ઓરડીમાં ચુંદડી વડે ગળાફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી છે.

    પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ મથકે કોન્‍સ્‍ટેબલ સહિત ધ્રોલ પોલીસ સ્‍ટાફ સહિત ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતાં પૂજાબેન ભાલીયા ની સગાઈ કોઈ બીજા યુવક સાથે થઈ ગઈ હોય તે પસંદ ના હોય અને તેણીને અન્‍ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આપઘાત કર્યાનું બહાર આવ્‍યું છે.

(1:50 pm IST)