Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વાંકાનેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હીરાભાઇ તેજાભાઇ મઠીયા બન્‍યા પી.એસ.આઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૧ : વાંકાનેર શહેર પોલીસમાં ફરજ બજાવતા અને સતત કામગીરીમાં વ્‍યસ્‍ત રહેતા સતત પરિશ્રમ થકી પી.એસ.આઇની પરીક્ષા પાસ કરેલ હીરાભાઇ તેજાભાઇ મઠીયા આજે એ.એસ.આઇ માંથી પી.એસ.આઇ બનતા તેમના બહોળા ચાહક વર્ગ તેમજ મિત્ર મંડળ અને પોલીસ બેડામાં આનંદની લાગી છવાઇ છે.
જ્‍યારે આ પ્રસંગે હીરાભાઇ મઠીયા પી.એસ.આઇ બનતા મુસ્‍લીમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. આ તકે કાઉન્‍સિલર જાકિરભાઇ બ્‍લોચ, પૂર્વ સરપંચ અમીનભાઇ બ્‍લોચ, મુસ્‍લિમ અગ્રણી મહમંદભાઇ રાઠોડ, સિકદંરભાઇ બ્‍લોચ સહીતના અગ્રણીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ સાથે ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી સૌએ શુભેચ્‍છા પાઠવેલ હતી.

 

(10:27 am IST)