Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૧.૬૭ કિ.મી.નો રસ્‍તો પહોળો બનાવવા મંજૂરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૨૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૧.૬૭ કિ.મી.નો રસ્‍તો પહોળો બનાવવા રાજ્‍ય સરકારે મંજૂરી આપી છે.
શામળાસર થઇને સુરજકરાડી સુધીનો આ રસ્‍તો ૫.૫ મીટર પહોળો કરાશે. આ માટે રાજ્‍ય સરકારના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મંજૂરી આપી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમાભાઇ જોગાઇએ રજુઆત કરી હતી.

 

(10:30 am IST)