Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટના પ્રખ્યાત સિયારામ સ્વીટની શુભેચ્છા મુલાકાતે પરસોતમભાઇ રૂપાલા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૨૧: રાજકોટમાં કેન્દ્રીય કૃષીમંત્રી પરસોતમભાઇ રૂપાલાઍ રાજકોટના પ્રખ્યાત સીયારામ સ્વીટની મુલાકાત લઇ અભિનંદન અને ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી હતી. મંત્રી પરસોતમભાઇ રૂપાલા સાથે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા ડો.વલ્લભભાઇ કથીરીયા તેમજ અન્ય અગ્રણીઓ પણ સીયારામ સ્વીટને શુભેચ્છા પાઠવેલ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે કોટેચાનગર મેઇન રોડ (અમીન માર્ગ) પર શરૂ થયેલ સીયારામ સ્વીટ (ભાઇલાલભાઇ  પેîડાવાળા)ગૃપ વાંકાનેર પંથકમાં છેલ્લા પ૦  વર્ષથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને હવે રાજકોટને પણ અવનવી મીઠાઇઓનો સ્વાદ આપી રહયા છે. સીયારામ સ્વીટની શુભેચ્છા મુલાકાતે પધારેલા કૃષીમંત્રી પરસોતમભાઇ રૂપાલા, ગોવિંદભાઇ પટેલ તથા વલ્લભભાઇ કથીરીયાનું સીયારામ સ્વીટના મોભી બટુકભાઇ બુધ્ધદેવ (૯૮૭૯૬ ૯૬૮૯૬) તથા પ્રશાંતભાઇ કટારીયા (૯૮૭૯૯ ૩૦૦૩૦)ઍ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ હતું.

(11:25 am IST)