Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કોડીનાર બાંધકામ સ્‍થળ ઉપર થી સેન્‍ટિંગ લોખંડની ૪૦ પ્‍લેટો તસ્‍કરો ઉઠાવી ગયા

કોડીનાર તા.૨૧ :   કોડીનાર શહેર માં બસ સ્‍ટેન્‍ડ નજીક થી તસ્‍કરો બાંધકામ માં વપરાતી લોખંડ ની પ્‍લેટો તસ્‍કરો ઉઠાવી ગયા ની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઈ છે.આ અંગે ની વિગત મુજબ કોડીનારમાં હસમુખ ફર્નિચર પાસે મનહર ભાઈ મોરી નું કોમર્શિયલ બાંધકામ ચાલુ હોય ત્‍યાં થી બાંધકામ ની અલગ અલગ સાઈઝ ની લોખંડ ની પ્‍લેટો ૨૫ તેમજ બાજુ માં વજુભાઈ કાના ભાઈ સોલંકી ની ૧૨ પ્‍લેટો અને રમેશ ભાઈ લખમણ ભાઈ ની ૨ પ્‍લેટો મળી કુલ ૪૦ લોખંડ ની પ્‍લેટો કિંમત રૂ.૨૦૦૦૦ ની કોઈ તસ્‍કરો ચોરી કરી ગયા ની ફરીયાદ ધવલભાઈ હરેશભાઈ એ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોધાવી છે. આ બનાવની વધુ તપાસ ટાઉન જામદાર અજીતસિંહ મકવાણા ચલાવી રહ્યા છે. 

(11:40 am IST)