Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ચોટીલાનાં દેવસરની અજીબ ચોરીની ઘટના : શેઠને બહાર જવાનું છે તેમ કહી ૧.૮૯ લાખની ચોરી કરનાર ઝડપાયો

 (હેમલ શાહ દ્વારા)ચોટીલા, તા. ૨૧ : દેવસર ગામે સિલીકાના કારખાનેદારના ધર્મપત્‍ની પાસે ખોટૂ બોલી ૧.૮૯ લાખ ની મતા ની ઉઠાંતરી કરનાર નોકર ને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા ના દેવસર ગામે રહેતા મૂળ સોમનાથ ના વેળાવર ના વતની સિસોદિયા મેર ખીમાભાઇ ભીમાભાઈ ને ત્‍યાં છેલ્લા ચારેક દિવસથી કામ કરતો મૂળ કચ્‍છ ના આદિપુરનો વિરેન ચંદ્રકાંતભાઇ દોશી શનિવારના વે બ્રીજ ના કામ પરથી બહાનું કાઢી શેઠનું બાઇક લઇને તેમના ઘરે જઇ ને તેમના પત્‍ની રંભાબેન પાસે ખોટૂ બોલી શેઠ ને પાર્ટી આવી છે બહાર જવાનું છે તેમ જણાવી સોનાની ઋદ્રાક્ષ ની માળા, બે વીટી, ઘડીયાળ, બે મોબાઇલ ફોન, એટીએમ અને કપડા લઈ ચોરી કરવાના ઇરાદે નાસી છુટેલ જેણે એટીએમ માંથી ૪૦૦૦૦ રૂપિયા પણ ઉપાડી લઈ કુલ ૧.૮૯ ની મતા ની ચોરી કર્યાની ફરીયાદ ભોગ બનનારે નોંધાવી હતી.

 ગણતરીના સમયમાં પીએસઆઈ એમ કે ગોસાઇ એ આરોપીના મોબાઇલનું લોકેશન મેળવી કચ્‍છના આદિપુર ખાતે થી પકડી પાડી તેના મિત્ર ના ઘરે રાખેલ ઉઠાંતરી કરીલ તમામ મુદ્દામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાથમિક તપાસમાં આરોપીએ તેના આર્થિક લાભ માટે વિヘાસ નો ગેર ફાયદો ઉઠાવ્‍યો હોવાનું કબુલ્‍યું છે.

 આરોપી અગાઉ નોકરી કરતો એટલે વિશ્વાસું હતો જેનો લાભ ઉઠાવ્‍યો. ગુનાનો આરોપીને સોનાના કિમતી દાગીના જેવું જોખમ કંઇ હિચાકાટ વગર શેઠના પત્‍ની એ આપવા પાછળ હિરેન અગાઉ ખીમાભાઇ સાથે કામ કરતો હતો જે વિશ્વાસું હતો એટલે કોઇ શંકા વગર ખીમાભાઇની તમામ વસ્‍તુઓ તેમણે આપી દિધી હતી.

(11:46 am IST)