Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કાલથી આદ્રા નક્ષત્ર બેસી જતાં કેરીનો ત્‍યાગ કરશે

 (ંહેમલ શાહ દ્વારા)ચોટીલા,તા.૨૧ :   સમગ્ર જૈન સમાજમાં તા. ૨૨ બુધવાર થી કેરી નો ત્‍યાગ કરશે. બુધવારે આદ્રા નક્ષત્ર શરૂ થતું હોવાં થી અને આ નક્ષત્ર માં કેરી અંદર જીવાત પડતી હોવાં થી અહિંસા પરમો ધર્મ નું સુત્ર સાર્થક કરનાર જૈન સમાજ આવતી કાલ બપોર પછી કેરી નો ત્‍યાગ કરશે.

 જૈન ધર્મ ના મોટાભાગ ના નિયમો વિજ્ઞાન અને આરોગ્‍ય સાથે જોડાયાં છે. ખાસ કરી ને ચોમાસા માં અનેક ચુસ્‍ત જૈનો રાત્ર  ભોજન નો ત્‍યાગ કરી ચોવિહાર કરે છે તેવી જ રીતે આ રૂતુ દરમ્‍યાન કમળો , ઝાડા ઉલટી જેવાં પાણી જન્‍ય રોગો નો ઉપદ્રવ વધતો હોવાં થી ચોમાસાં માં મોટાભાગ ના જૈનો ઉકાળેલું પાણી જ પીતાં હોય છે.

 જ્‍યારે ચોમાસા માં જ આદ્રા નક્ષત્ર નો  પ્રવેશ થતો હોવાં થી જૈનો કેરી નો ત્‍યાગ કરતાં હોય છે. આ વર્ષે પણ તા. ૨૨ બુધવારે બપોરે ૧૨:૩૮ વાગ્‍ય

આદ્રા નક્ષત્ર શરૂ થતું હોવાં થી સમગ્ર વિヘમાં વસતા જૈન સમાજ તેમજ ગુજરાત, સૌરાષ્‍ટ્ર ના અનેક શહેરો અને તાલુકા ના મુખ્‍ય ના મુખ્‍ય મથકો તેમજ અન્‍ય નાના મોટા ગામો ના દેરાવાસી , સ્‍થાનકવાસી , દિગંબર સહિત ના જૈન સમાજ ના વિવિધ ફીરકાઓ કેરી નો ત્‍યાગ કરશે.

 વર્ષા વિજ્ઞાન અનુસાર આદ્રા નક્ષત્ર શરૂ થાય ત્‍યારે કેરી જેવા રસદાર ફળમાં જીવાત પડતી હોય છે ત્‍યારે અહિંસા પરમો ધર્મ અને આરોગ્‍ય ના જતન માં માનતો સમસ્‍ત જૈન સમાજ બુધવાર થી કેરી નો ત્‍યાગ કરશે.

(11:47 am IST)