Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દામનગરમાં બે દિવસીય નેત્રરક્ષા અભિયાન

(વિમલ ઠાકર દ્વારા)દામનગર : લાઠી તાલુકા વિકાસ ટ્રસ્‍ટ, સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,  દાતાઓના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨નો સુરતથી ે પ્રારંભ થયો છે. તાલુકાના બાવન ગ્રામ્‍ય અને બે શહેરી વિસ્‍તારમાં વિનામૂલ્‍યે આંખની અદ્યતન ટેકનોલોજી સાધનોથી નિષ્‍ણાંત તબીબી તપાસ કરી જરૂરી સારવાર દવા અપાઇ રહી છે.

 નેત્રરક્ષા અભિયાનના દામનગર કેમ્‍પના સહયોગી દાતા હરજીભાઈ કાનજીભાઈ નારોલા, પ્રવીણભાઈ હરિભાઈ નારોલા, પ્રકાશભાઈ ભુપતભાઇ નારોલાના આર્થિક સહયોગથી યોજાયા હતો. કેમ્‍પમાં સ્‍વયં સેવક લાઠી વિકાસ ટ્રસ્‍ટના પ્રમુખ દિનેશભાઈ જોગાણી, હિમતભાઈ નારોલા, ધીરુભાઈ મનજીભાઈ બોખા, અલ્‍પેશભાઈ ચોવટીયા, અશોકભાઈ બાલધા, પ્રીતેશભાઈ નારોલા, પ્રફુલભાઈ નારોલા, ઈશ્વરભાઈ નારોલાએ સેવા આપી હતી. શહેરમાં બે દિવસ ચાલેલા નેત્રરક્ષા અભિયાનમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે હાજરી આપી હતી. લાઠી તાલુકા વિકાસ ટ્રસ્‍ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે દાતાઓને શુભેચ્‍છા પાઠવી હતી.

લાઠી તાલુકાના ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં  અત્‍યાર સુધીમાં ૧૮ હજારથી વધુ વ્‍યક્‍તિઓની વિના મૂલ્‍યે દ્રષ્ટિ ચકાસણી કરી જરૂરી ટીપા અને ચશ્‍માં અર્પણ કર્યા હતા. જનજાગળતિ, ચક્ષુદાન, દેહદાન, ઓર્ગન ડોનેટ, રક્‍તદાનને વેગવાન બનાવવાના ઉદ્દેશ સાથે દ્રષ્ટિ વિહીનોને દ્રષ્ટિ અર્પણ કરવાના અભિગમથી ચાલતા નેત્રરક્ષા અભિયાનની માહિતી  દિનેશભાઇ જોગાણી અને દાતા પરિવારના હરજીભાઈ નારોલાએ આપી હતી. કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.

(11:51 am IST)