Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદર એન.એસ.યુ.આઇ. દ્વારા અગ્નિવિરોના સમર્થનમાં ચક્કાજામ : ૩૦ કાર્યકરોની અટકાયત

પોરબંદર, તા. ૧૦ :  અગ્નિવીરોના સમર્થનમાં પોરબંદર એન.એસ.યુ.આઇ. દ્વારા રસ્‍તા પર ચકકાજામ કરાતા પોલીસે એન.એસ.યુ.આઇ.ના ૩૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

એન.એસ.યુ.આઇ. પ્રમુખ કિશનભાઇએ જણાવેલ કે  દેશમાંભરમા અગ્નિનીરોના સમર્થનમા દેખાવો થઇ રહ્યા છે. ઠેર ઠેર યુવાનો પોતાનો આક્રોશ સરકાર જે અગ્નિપથ યોજના લાવી છે તેમના વિરોધમાં ઠાલવી રહી છે. કોંગ્રસ/એન.એસ.યુ.આઇ. દ્વારા પણ તેમના સમર્થનમા ઉગ્ર દેખાવો કાર્યક્રમો થઇ રહ્યા છે અગ્નિપથ યોજના જે સરકાર લાવી રહી છે કે યુવાનો ૪ વર્ષમાં સેનામાં ભર્તી કરવામાં આવશે અને તે બાદ ૨૫ટકા ને સેનામાં લેવામા આવશે બાકીના ૭૫ટકા યુવાનો સરકાર ઘર બેસાડી દેશે.

     સરકાર યુવાનો સાથે મજાક કરતી હોય એવું લાગી રહ્યું છે પહેલા આપણે જોયું છે કે યુવાનો જ્‍યારે સેના માટેની તૈયારી કરીને ભર્તીમા લાગતા હતા ત્‍યારે તેમણે ૧૭ વર્ષ સુધી દેશની સેવામાં માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે પરંતુ આ સરકારે ૪ વર્ષ માટે યુવાનોને નોકરીની જાહેરાત કરી તેમની મજાક ઉડાવી છે ૪ વર્ષ તો યુવાનોને તૈયારી કરવાના થતા હોય છે પુરતી તૈયારી બાદ તે યુવાન દેશની સરહદ પર છાતિ ચોહળી કરીને દુશ્‍મનો સામે ઉભા હોય છે તેમ એન.એસ.યુ.આઇ. પ્રમુખે જણાવેલ છે.

જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ કિશનભાઇ રાઠોડ, ઉમેશરાજ બારૈયા,જયદિપ સોલંકી,રોહિત સિસોદિયા,વિજય ઓડેદરા, બીરજુ શિંગરખિયા,હર્ષ ગોહેલ,રાજ પોપટ, મનોજ પાડાવદરા,દિક્ષિત પરમાર, પરેશ થાનકી, દિવ્‍યેશ સોલંકી, ગૌરવ શિંગરખિયા, હિરેન મેઘનાથી, ચિરાગ ચાંચિયા,યશ ઓઝા, જય ઓડેદરા,ઉદય ગોહેલ વગેરે  ચક્કાજામ કર્યા હતાં.

(1:42 pm IST)