Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દ્વારકાના ભાજપ અગ્રણી નિર્મળ સામાણીને જામનગર ગામોના વિધાનસભાના ઇન્‍ચાર્જ બનાવાયા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૧: દ્વારકાના રઘુવંશી અને ભાજપના આગેવાન ત્‍થા હોટેલ એસોસીએશનના પ્રમુખ નિર્મળ સામાણીને ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલા જામનગર ગામોની વિધાનસભા બેઠકના પ્રભારી બનાવતાં સામાણીનું ભાજપના રાજય કક્ષાના માળખામાં કદ વધ્‍યું છે.

નિર્મળ સામાણીને તેમના સંખ્‍યાબંધ શુભેચ્‍છકોએઢ દ્વારકા ખાતે સન્‍માન કરી શુભેચ્‍છા પાઠવી છે સામાણી તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના સમય કાળમાં હોટેલ એસોસીએશનના પ્રમુખ નિર્મળ સામાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજય અને કેન્‍ઘ્‍્‌ર સરકાર દ્વારા જે રીતે દ્વારકા વિસ્‍તારના પ્રવાસનને વિકસાવવાનું કાર્ય કરી રહી છે તેનાથી દ્વારકા વિસ્‍તારની પ્રવાસન ક્ષેત્રે વિકાસને વધુને વધુ વેગ મળ્‍યો છે.

છેલ્લા ૬ માસમાં ખાસ કરીને દ્વારકાધીશજીના મનોરથો કુડલા ભોગ, રાજભોગ, પુષ્‍પ શણગાર મનોરથ વિગેરેની સેવામાં વધારો થયો છે. જેનાથી દેવસ્‍થાન સમિતિને નાણાકીય બજેટમાં ખુબજ વધારો થયો છે.

દ્વારકાના વિકાસ માટે તેઓ પાલીકાના ટાઉન પ્‍લાનીંગ કમીટીના ચેરમેન હોય તે વખતે મોદીને અવાર નવાર રૂબરૂ મળીને પ્રવાસન લક્ષી વિકાસની યોજના રજુ કરી હતી.

(12:47 pm IST)