Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નાનીબાણુગાર ગામે એકડેમનુ ખાતમુર્હુત કરતા રાઘવજીભાઇ

ફલ્લા તા.ર૧:  નાનીબાણુંગાર ગામે ચેકડેમનું ખાતમુર્હુત કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

નાનીબાણુંગાર ગામે બાવીશ લાખના ખર્ચે બનનારા બે ચેક ડેમોના ખાતમુર્હુત રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યા હતા. કૃષિમંત્ર, વાજતે-ગાજતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું રાઘવજીભાઇએ જણાવ્‍યું હતું કે આ ચેકડેમથી પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી ખેડુતોની ખેતીમાં સારામાં સારો લાભ મળશે જયારે સરકારી ટેકાના ભાવે ખરીદી કરીને ખેડુતોને પોતાની જણસનો સારામાં સારો ભાવ આપે છ.ે

આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમીતીના ચેરમેન ભરતભાઇ બોરસદીયા, જીલ્લા પંચાયત સદસ્‍ય નંદલાલભાઇ ભેસણીયા, ગામના સરપંચ કૈલાશબેન મુંગરા, ઉપસરપંચ રણછોડભાઇ અશોકભાઇ મુંગર, મુકુન્‍દભાઇ સભાયા, મનસુખભાઇ ચાવડા, દિપકભાઇ ભેસણીયા, અશોકસિંહ પરમાર, કાંતિભાઇ કણજારીયા સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:48 pm IST)