Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબી એલસીબીએ ટંકારાના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને ઝડપી લીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : ટંકારા પોલીસના દારૂના ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીની મોરબી પેરોલ ફર્લો અને એલ.સી.બી. ટીમે ઝડપી લીધો હતો.

જેલ ફરારી કેદઓ અને વોન્‍ટેડ આરોપી પકડવા સારૂ સ્‍પેશ્‍યલ ડ્રાઇવ અંતર્ગત એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, પો. સબ ઇન્‍સ.ની સુચના મુજબ એલસીબી - પેરોલ ફર્લો સ્‍કોડનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે પો.હેડ કોન્‍સ. વિક્રમસિંહ બોરાણા, પૃથ્‍વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે ટંકારા પોલીસ સ્‍ટેશનમાં છેલ્લા ૮ માસથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી મનસુખ ઉર્ફે ટાલો કેશુભાઇ ગણાદિયા વાળાને લતીપર ચોકડી પાસે છે. જેથી આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે ઘટના સ્‍થળેથી આરોપીની ધરપકડ કરીને ટંકારા પોલીસ સ્‍ટેશનને હસ્‍તગત કરીને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

(12:49 pm IST)