Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

આદિત્‍યાણાના નવાપરા વિસ્‍તારમાં ભુગર્ભ ગટરના છલકાતા પાણી પ્રશ્ને કોંગ્રેસ આગેવાનો દ્વારા ઉગ્ર રજુઆત

પોરબંદર, તા., ૨૧:  જીલ્લાના રાણાવાવ તાલુકાના આદીત્‍યાણા ગામમાં  ડંકી અને નવાપરા વિસ્‍તારમાં રહેતા રહેવાસીઓને મુશ્‍કેલીઓ પડતી હોય અને નગરપાલિકાને અનેકવાર લેખિત અરજી આપેલ હોય તેમ છતાં તે લોકોને સફાઈ ભૂગર્ભ ગટરનું પાણી બહાર નીકળવું ગંદકી સ્‍ટ્રીટ લાઈટ ના પ્રશ્નો હોય અને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જવાબદારોએ જવાબ આપતા નથી.

આ વિસ્‍તારંના રહેવાસીઓ દ્વારા અમને ટેલિફોનથી કોંગ્રેસ આગેવાનોને  જાણ કરતા ત્‍યારે તાત્‍કાલિક ત્‍યાં બંને વિસ્‍તારના સ્‍થળ ઉપર પહોંચી ગયા હતા અને આ ગંદકીનું સામ્રાજય નજરે નિહાળ્‍યું હતું અને આજે ત્‍યાના રહેવાસીઓને સાથે લઈને અને  ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સાથે લઈને રાણાવાવ નગરપાલિકા એ પહોંચી ગયા હતા અને ત્‍યારે અમારી યોગ્‍ય રજૂઆત સાંભળીને તાત્‍કાલિક તેના ઉપપ્રમુખ રાજાભાઈયે ૨૪ કલાક ની અંદર નિવારણ લઈ આવવાની ખાતરી આપી હતી.

નગર પાલીકાએ રજુઆત સમયે  રાણાવાવ શહેર ઉપપ્રમુખ અમીન ભાઈ પઢિયાર ,   કિશાન કોંગ્રેસ ચેરમેન પ્રતાપ ભાઈ ખિસ્‍તરીયા ,   જિલ્લા સેવાદળ ઉપપ્રમુખ રફિકભાઈ સુમરા ,   આદિત્‍યાણા કોંગ્રેસ આગેવાન વિજયભાઈ ચિગ્રખીયા,  આદિત્‍યાણા કોંગ્રેસ આગેવાન બીપીનભાઈ ચિગ્રખીયા,  કોંગ્રેસ આગેવાન રાજવીર ભાઈ મોઢવાડિયા , આદિત્‍યાણા કોંગ્રેસ આગેવાન વર્ષા બેન ખુંટી,  આસિસ્‍ટન્‍ટ આરતી બેન મોઢવાડીયા ,  જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ઉપસ્‍થિત રહયા હતા.

(12:52 pm IST)