Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જસદણના ગઢડીયા ગામે ગોડાઉનમાં જુગારનો દરોડોઃ ૪ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટ તા. રરઃ જસદણના ગઢડીયા ગામે ગોડાઉનમાં જુગાર રમતા ૪ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.
જસદણના ગઢડીયા ગામે રઘાભાઇ ગાંડાભાઇ ઝાપડીયાના મકાનના ઉપલા માળે શામજી ઉર્ફે આયાભાઇ ગોવાભાઇ પરમારએ પોતાની દુકાનની વખાર માટે ભાડે રાખેલ ગોડાઉનમાં બીજા માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો. કો. નરેશભાઇ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) સામજી ગોવાભાઇ પરમાર રહે. ગઢડીયા (ર) ભરત મેરામભાઇ જીંજરીયા રહે. ગઢડીયા (૩) ગોબર રવજીભાઇ સરવૈયા રહે. ઓરી તા. વિંછીયા તથા (૪) દિપક જાદવભાઇ રાઠોડ રહે. વાજસુરપરા શેરી નંબર ૧ર જસદણને રોકડા રૂા. ૧૯,૩૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(1:02 pm IST)