Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામનગરના નવાગામ ઘેડના હત્‍યાના બનાવમાં ત્રણેય આરોપી ઝડપાઇ ગયા

જામનગર,તા. ૨૧:  જીલ્લામાં વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ આઇ/સી નાયબ પોલીસ અધિક્ષક જેએસ.ચાવડાની સુચના અને પોલીસ ઈન્‍સપેકટર કે.જે.ભોયેના માર્ગદશન મુજબ પો.સબ.ઇન્‍સ.  સી.એમ.કાંટેલીયા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હતા, ગત તા.૧૮/૦૬/૨૦૨૨ ના રોજ નવાગામ ઘેડ વિસ્‍તારમાં ખુનનો ગુનો બનાવ બનેલ હોય જે અંગે અત્રે ના પો.સ્‍ટે માં એ પાર્ટ ગુ.ર.ન. ૮૫૮/ર૦૨ર આઈ.પી.સી. ૩૦૨ વિગેરેથી નોધાયેલ અને સદહરૂ ગુન્‍હો અન-ડીટેકટ હોય જે ગુનાની બનાવવાળી જગ્‍યા પર બે મોટર સાયકલ મળી આવેલ જે બન્ને મોટર સાયકલના માલીકો અંગે ઈ- ગુજકોપમાંથી વિગત મેળવી તેઓની તપાસ કરતા આ ગુનો કરનાર પાંચેય ઈસમો વિશે માહીતી મળેલ હતી અને આ ઈસમોને પકડી પાડવા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન આરોપીઓ વિશે ટેકનીકલ સર્વેલન્‍સ તથા હ્યુમન સોર્સીસ થી પો.હેડ કોન્‍સ. રાજેશભાઇ વેગડ તથા રવીરાજસીહ જાડેજા તથા પો.કોન્‍સ. હરદીપભાઈ બારડ તથા યુવરાજસીહ જાડેજાને સંયુક્‍ત રીતે બાતમી મળેલ કે ઉપરોકત ખુનનો ગુનો આચરનાર આરોપી પૈકી બે આરોપીઓ મોખાણા ગામની સીમમાં છુપાયેલ છે જેથી સર્વેલનસ સ્‍ટાફના પો.સ.ઈ. તથા માણસો હકીકત વાળી જગ્‍યાએ જઈ રેઈડ કરતા બે આરોપીઓ (૧) કુલદીપસીહ કીરીટસીહ ઝલા રહે. ગોપાલચોક, નવાગામ ઘેડ, જામનગર (૨) અર્જુનસીહ પ્રદીપસીહ જાડેજા રહે. ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, જામનગર વાળા ગુનો કરી નાસવામા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ સાથે પકડાઈ ગયેલ હતા.
 સાથોસાથ આ ગુન્‍હો આચરેલ બીજા આરોપીને પકડવા માટે એલ.સી.બી. ના ઈ/ચા પોલીસ ઈન્‍સ કે.કે.ગોહીલ, પો.સ.ઈ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હતા તે દરમ્‍યાન એ.એસ.આઈ. સંજયસીહ જી.વાળા તથા પો.હેડ કોન્‍સ. દોલતસીહ એચ.જાડેજા તથા પો.કોન્‍સ. અજયસીહ એમ.ઝાલા ને હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી મોટી ખાવડી વિસ્‍તારમાં છુપાયેલ છે જેથી એલ.સી.બી. સ્‍ટાફે રેઈડ કરતા આરોપી યશપાલસીહ ઉર્ફે બોસ કનકસીહ જાડેજા રહે નવાગામ ઘેડ, બાપુનગર, જામનગર વાળા મળી આવતા તેને હસ્‍તગત કરી તપાસ કરતા અધીકારીને સોપી આપી ખુન જેવા ગંભીર પ્રકારનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમોને ગણત્રીના દીવસોમાં પકડી પાડેલ છે
આ કામગીરી સીટી બી પો.સ્‍ટે. ના પો.ઇન્‍સ. કે.જે.ભોયે, તથા પો.સબ.ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી.ના ઈ/ચા પોલીસ ઈન્‍સ. કે.કે.ગોહીલ તથા પો.સબ ઈન્‍સ. આર.બી.ગોજીયા તથા સીટી બી ડીવી. પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા તથા એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઈ. સંજયસીહ જી.વાળા તથા પો.હેડ કોન્‍સ. દોલતસીહ એચ.જાડેજા તથા પો.કોન્‍સ. અજયસીહ એમ.ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

 

(1:29 pm IST)