Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભાવનગરમાં ગ્રીન સીટી દ્વારા વૃક્ષારોપણ

શહેરને સુંદર અને હરીયાળુ બનાવવા છેલ્લા ૧૧ વર્ષથી પ્રયત્‍નશીલ ગ્રીનસીટી સંસ્‍થા દ્વારા શહેરની મધ્‍યમા ગંગાજળીયા તળાવ અને પીગાર્ડન પાસે તાજેતરમાં વડ, પીપળો, ઉંબરો અને ફળાઉ સહીત ૩૨ વૃક્ષોનું રોપણ કરાયુ હતુ. આ વિસ્‍તારમાં પક્ષીઓની મોટી સંખ્‍યા ધ્‍યાને લઇ તેમના રહેઠાણ અને ખોરાકની વ્‍યવસ્‍થા હેતુથી આ વૃક્ષો વાવવામાં આવ્‍યા હોવાનું ગ્રીનસીટીના દેવેન શેઠે જણાવ્‍યુ હતુ.

(4:24 pm IST)