Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કચ્‍છ યુનિવર્સિટીની વિદ્યાર્થીની અને અબડાસાની ખેડુત પુત્રી મોનિકા શર્માની ઇઝરાયલમાં આંતરરાષ્‍ટ્રીય સમર કોર્ષ માટે પસંદગી

આંતરરાષ્‍ટ્રીય કેમ્‍પ કોર્ષમાં વિશ્વભરમાથી ર૪ સ્‍કોલરની પસંદગી જેમાં બે ભારતીયનો સમાવશે

ભુજ તા.ર૧ : સસ્‍ટેનેબલ એગ્રીકલ્‍ચર સોલ્‍યુશન પર ઇઝરાયલ ખાતેના આંતરરાષ્‍ટ્રીય સમર કોર્ષ ૩ જી થી ર૮ જુલાઇએ ઇઝરાયલમાં યોજાશે જેમાં વિશ્વભરમાંથી ર૪ સ્‍કોલરને પસ઼દ કરવાનો હોવાથી કચ્‍છ યુનિવર્સિટીની સ્‍કોલર અને અબડાસાની ખેડુત પુત્રી મોનિકા શર્માની પસંદગી રાઇ છે. આ કોર્ષ મુળભુત અને અદ્યતન જ્ઞાન ટેકનોલોજી તેમજ વિશ્વભરમાં પાણી અને ખોરાક સંબંધી હોય છે.

“સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ" પર એક આંતરરાષ્ટ્રીય સમર કોર્સ 3જીથી 28મી જુલાઈ દરમિયાન નેગેવની બે-ગુરિયન યુનિવર્સિટી, સેડેબોકર કેમ્પસ, ઈઝરાયલ ખાતે યોજાશે. આ સામે કેમ્પમાં વિશ્વભરમાંથી માત્ર 24 સહભાગીઓ પસંદ કરાયા છે. જેમાંથી બે જ સ્કોલર ભારતના છે અને તે પૈકી 1 કચ્છ યુનિવર્સિટીના પી.એચ.ડી. સ્કોલર મોનિકા શર્માની પસંદગી કરવામાં આવી છે. જે કચ્છ યુનિવર્સિટી માટે એક ગર્વની ક્ષણ છે. ખેડૂતપુત્રી મોનિકા શર્માની ઇઝરાયેલની યુનિવર્સિટી ખાતેના આંતરરાષ્ટ્રીય સમર કોર્ષ માટે પસંદગી કરવામાં આવી હતી. 

મોનિકા શર્મા અબડાસાના એક ખેડૂતની પુત્રી છે.અહીં ભૂગર્ભજળ પણ આખું વર્ષ ખારું રહેતું હોય છે. મોનિકા શર્માએ ખરેખર શુષ્ક પ્રદેશોની વાસ્તવિક ગ્રામીણ કૃષિ સમસ્યાઓ જોઈ છે અને ખેડૂતો દરરોજ જે મુશ્કેલીઓ અનુભવે તેનાથી વાકેફ છે. કાયમી સમસ્યાઓ નાબૂદ કરવાનું વિચારીને, તેણી યુનિવર્સિટીના અર્થ અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગમાં ડો, સોરઠીયા અને ગાઇડ સંસ્થાના ડાયરેકટર ડૉ.વિજયકુમાર, ડૉ. કાર્તિકેયનના માર્ગદર્શન હેઠળ સંશોધન વિદ્યાર્થી તરીકે જોડાઈ હતી.

આ આંતરરાષ્ટ્રીય સમર કોર્સની મહત્વની થીમ સૂચવે છે કે, પૃથ્વીની પાર્થિવ સપાટીના લગભગ 40% ભાગમાં સૂકી જમીનનો સમાવેશ થાય છે. જેમાં 2 અબજથી વધુ લોકોનું ઘર છે. આ શુષ્ક વિસ્તારોમાં રણ, સવાન્નાહ અને ઉષ્ણકટિબંધીય સૂકા જંગલો તરીકે વિવિધ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે. જે મોટાભાગે વસ્તી વૃદ્ધિ, અતિશય શોષણ, દુષ્કાળ અને રણીકરણ દ્વારા વર્ગીકૃત થયેલ છે.

આ કોર્સ વિદ્યાર્થીઓને મૂળભૂત અને અદ્યતન જ્ઞાન અને ટેકનોલોજી તેમજ વિશ્વભરમાં ખોરાક અને પાણીના ઉપયોગને સુધારવા માટે કૃષિ પદ્ધતિઓ સંબંધિત એક સંકલિત શૈક્ષણિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. ખાસ કરીને વૈશ્વિક રણીકરણને ધ્યાનમાં રાખીને મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામ વિદ્યાર્થીઓને કૃષિ અને પર્યાવરણીય વિષયોમાં મૂળભૂત અને એપ્લાઈડ સંશોધનના સંયોજનને અનુસરવા માટે અસાધારણ તકો પ્રદાન કરવા માટે રચાયા છે. સમર કોર્સ ફ્રેન્ચ એસોસિએટલ ઇન્સ્ટિટ્યૂટ કાર બગીકલ્ચર એન્ડ બાયોટેકનોલોજી ઓફ ડ્રાયલેન્ડસ (FAAB)ના સંશોધકો દ્વારા અંગ્રેજીમાં શીખવવામાં આવશે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો. એમ.જી.ઠક્કરે મોનિકા શર્માના પ્રયાસ માટે પ્રોત્સાહન, મદદ અને શુભેચ્છા પાઠવી હતી તેમજ જણાવ્યું હતું કે, લગભગ 15 દેશોમાંથી પ્રતિભાગીઓ પસંદ કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છમાં પાણીની આત્યંતિક કટોકટી માટે મોનિકા ચોક્કસપણે તેની સાથે નવીનતમ વિશ્વગ્ર લાવશે. 25 અલગ અલગ લેકચરર આ આંતરરાષ્ટ્રીય સમર કોર્સમાં પોતાના એક્સપર્ટ તરીકે લેક્ચર આપશે. ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના કુલપતિ જયરાજસિંહ જાડેજા અને કુલસચિવે પણ મોનિકા શર્માની સિદ્ધિને બિરદાવી હતી.

(5:53 pm IST)