Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ધોરાજી શહેર તાલુકામા વિશ્વ યોગ દિવસની ઉજવણી:શહેર અને તાલુકામાં ત્રણ સ્થાનો પર યોગ દિવસની ઉજવણી કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ધોરાજી તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ નવી ભગવતી હાઇસ્કુલ ખાતે ડેપ્યુટી કલેકટર જયેશ લીખીયા ના અધ્યક્ષ સ્થાને તે બચત ધોરાજી સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત ખાતે તેમજ ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ પ્રાચીન મુરલી મનોહર મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આ સમયે ડેપ્યુટી કલેકટર જયેશ લીખિયા એ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જણાવેલ કે સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે
યોગ ભગાવે રોગ તેવા સંકલ્પ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ધોરાજી તાલુકાના તાલુકા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ધોરાજીના નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાયો હતો આ સમયે તમામ લોકોએ યુગમાં નિયમિત જોડાવું જોઈએ અને યોગના માધ્યમથી લોકોને સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રાપ્ત થઇ રહી છે જે બાબતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી
આ કાર્યક્રમ માં ધોરાજી શહેર અને તાલુકામાંથી વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થા ના આગેવાનો અને સરકારી અધિકારીઓ યોગ કર્યા હતા આ તકે ધોરાજી ના ડેપ્યુટી કલેકટર જયેશ લિખિયા દ્વારા લોકો ને નિયમિત પણે યોગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું..
આ સમયે ડેપ્યુટી કલેકટર જયેશ લિખીયા ધોરાજી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ચીફ ઓફિસર ચારુબેન મોરી વેપારી એસોસીએશન ના લલીતભાઈ વોરા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ઉત્પલ ભાઈ ભટ્ટ ધોરાજી તાલુકા સંઘના ઉપપ્રમુખ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા શહેર ભાજપના ઉપ પ્રમુખ વિજયભાઇ અંટાળા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રવીણભાઈ મોડાસીયા હુસેનભાઇ કુરેશી સહિત અગ્રણીઓ વિશ્વ યોગ દિવસ માં જોડાયા હતા
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આચાર્યઓ શિક્ષણ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી શિક્ષક ગણ સ્વયંસેવકો તેમજ શહેરની વિવિધ સંસ્થાઓમાં થી આગેવાનો કાર્યકર્તાઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જોડાયા હતા

 

(7:35 pm IST)