Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામનગરના લૈયારા ગામના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણીની પાસા હેઠળ જેલ હવાલે

આંગડીયા લુંટ, ખુન, મારામારી,હથિયાર ધારા અંગેના કેસમાં સંડોવણી ખુલી હતી

(સંજય ડાંગર દ્વારા )ધ્રોલ તા.૨૧ :જામનગર જીલ્લામાં પ્રોહીબીશન હેઠળની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવા, તેમજ અસામાજીક પ્રવુતિ આચનાર ઇસમો ઉપર પાસા હેઠળ અટકાયત પગલા લેવા જામનગર જીલ્લા મેજિસ્ટેટ શ્રી સૌરભ પારધી નાઓ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ નાઓ એ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.કે.ગોહિલ તથા ધ્રોલ પો.સ્ટે. ના પો.સ.ઇ. એમ.એન.જાડેજા નાઓ ને સૂચના કરવામા આવેલ હતી,

જેથી અસામાજીક પ્રવૃતિ આચરનાર બુટલેગર વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. ના પો.સ.ઇ. શ્રી એ પાસા દરખાસ્ત તૈયાર કરી, એલ.સી.બી. કચેરી ખાતે મોકલતા, એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રીએ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જામનગર તરફ મોકલી આપવામા આવેલ, જે પાસા દરખાસ્ત અનુસંધાને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ  પાસા વોરંટ ઇશ્યુ કરતા પાસા વોરંટની બજવણી કરી,અટકાયતમા લઇ યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી રહે. લૈયારાગામ, પ્લોટ પ્રોહીબીશન, આંગડીયા લુંટ, | તા.ધ્રોલ જી.જામનગર ખુન, મારામારી,હથિયાર ધારા અંગેના આ કેસમાં સંડોવણી ખુલી હતી.અને  સુરત લાજપોર જેલ જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે. 

    આ કાર્યવાહી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ...કે.કે.ગોહીલ, તથા પો.સબ ઇન્સશ્રી. આર.બી.ગોજીયા નાઓ તથા એલ.સી.બી. સ્ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, વનરાજભાઇ મકવાણા ભગીરથસિંહ સરવૈયા,દિલીપભાઇ તલવાડીયા,યશપાલસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા દોલતસિંહ જાડેજા,હીરેનભાઇ વરણવા,, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી,શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધમેન્દ્રસિંહ જટુભા જાડેજા, સુરેશભાઇ માલકીયા,રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર,ભારતીબેન ડાંગરા,લખમણભાઇ ભાટીયા ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તથા ધ્રોલ પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એમ.એન.જાડેજા તથા સ્ટાફના કે.ડી.કામરીયા,વનરાજભાઇ ગડાદરા,સંજયભાઇ સોલંકી,મયુરસિંહ પરમાર, સંજયભાઇ મકવાણા દ્રારા કરવામા આવેલ છે

(9:33 pm IST)