Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મણિમંદિર-મોરબી તથા રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

મણિમંદિર-મોરબી ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

મોરબી :  આઝાદી કા અમૃત મહોત્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રના મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ તેમજ ગુજરાત રાજયના પણ મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન થયુ જેમાં મોરબીના પણ બે સ્થળોનો સમાવેશ થયો હતો. મોરબી જિલ્લામાં બે એતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના  ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના બે સ્થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ આપણા સાંસ્કૃતિક મૂલ્યો કે આપણી સભ્યતા છે જ્યારે આવા ઐતિહાસિક કે પૌરાણિક સ્થળો એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે ત્યારે આજે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો, સભ્યતા તેમજ સાંસ્કૃતિક ધરોહરનું જાણે મિલન થયું હતું.
મણિમંદિર ખાતે અંદાજીત ૬૫૦ થી વધુ તેમજ રણજીત વિલાસ પેલેસ ખાતે અંદાજીત ૫૫૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

(11:17 pm IST)