Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગાંધીધામમાં વોટસએપ ગૃપમાં ધાર્મિક લાગણી દુભાવતો અને કૌમી વૈમનસ્ય ફેલાવતો મેસેજ પોસ્ટ કરતાં ફરિયાદ

પોલીસે આરોપી મોબાઈલનંબર ધારક વિરુધ્ધ આઈપીસી ૨૯૫ એ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ગાંધીધામના યુવકે વોટસએપ ગૃપના એક મેમ્બરે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવતો અને કૌમી વૈમનસ્ય ફેલાવતો મેસેજ પોસ્ટ કરતાં તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી શખ્સે ૧૨ જૂન અને ૧૫ જૂન એમ બે વખત વોટસએપ ગૃપમાં ભડકાઉ મેસેજ પોસ્ટ કર્યો હતો.

શહેરની સુંદરપુરીના ઈમામ ચોકમાં રહેતાં જાવેદ હાસમ રાયમાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ‘બાપા સીતારામ’ નામના વોટસએપ ગૃપમાં મેમ્બર છે. આરોપીએ ૧૨ જૂન અને ૧૫ જૂનના રોજ બે વખત મુસ્લિમધર્મીઓની લાગણી દુભાય તેવા હિન્દી ભાષામાં ટાઈપ કરેલાં મેસેજ ગૃપમાં પોસ્ટ કર્યાં હતા. પોલીસે આરોપી મોબાઈલનંબર ધારક વિરુધ્ધ આઈપીસી ૨૯૫ એ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:54 pm IST)