Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પ્રભાસપાટણઃ ખાનગી શાળાઓ શરૂ કરવા રજૂઆત

પ્રભાસપાટણઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગીર-સોમનાથના પ્રમુખ રાજુભાઈ પાનેલીયા, ઉપપ્રમુખ ભૂપતભાઈ હિરપરા, મંત્રી મિથુનભાઈ મકવાણા અને અન્ય હોદેદારો દ્વારા ગીર-સોમનાથ જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતમાં જણાવેલ કે અત્યારે કોવિડની ગાઈડલાઈન મુજબ સ્વનિર્ભર શાળાઓને ૯ થી ૧૨ની શાળાઓ શરૂ કરવા મંજુરી આપે. શાળાના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવીક રીતે જ વધારે હોય છે જેથી કોવિડ ગાઈડલાઈનનું પાલન શાળાઓ વધારે કરી શકે છે. ૯ થી ૧૨ના વર્ષોનો અભ્યાસ અગત્યનો હોય છે. જેથી તાત્કાલીક શરૂ કરવા જરૂરી તેમજ અમુક વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેકટીવીટીના પ્રશ્નો હોય છે. તેમજ અમુક બાળકો પાસે મોબાઈલ ફોનની વ્યવસ્થા હોતી નથી તેથી વાલીઓનો અનુરોધ છે કે તાત્કાલીક ૯ થી ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ થાય. સરકાર દ્વારા શાળા સંચાલકોની માંગ નહી સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષણ અધિકારીને રજૂઆતમાં આવી છે. (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(10:34 am IST)