Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ગોંડલના લુણીવાવની સીમમાં ૭.૯૭ લાખના દારૂ સાથે આમદ ખીરાણી ઝડપાયો

તસ્વીરમાં ઝડપાયેલ આરોપી અને દારૂનો જથ્થો નજરે પડે છે(તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

ગોંડલ, તા.૨૧: ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારની લુણીવાવ ગામની સીમમાં વાડધરી રોડ પર છાપરવાડી ડેમ વિસ્તારમાં સરકારી ખરાબામાં ઇગ્લીશ દારૂનો ૭.૯૭.૬૬૦ના જથ્થા સાથે આમદભાઇ બોદુભાઇ ખીરાણી જાતે.મતવા ઉ.વ.૪૦ રહે.ગોંડલ વિક્રમસિંહજી રોડ ગોકુલ ફરસાણ સામેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ ટીમે ધરપકડ કરી છે.

આ કામગીરી રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇ/ચા પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ. તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની પો.હેડ.કોન્સ રવિદેવભાઇ બારડ, મહીપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ અનંતરાય ત્રીવેદી, પો.કોન્સ. પ્રકાશભાઇ નારણભાઇ પરમાર નૈમિશભાઇ જગદીશભાઇ મહેતા, ઘનશ્યામસિંહ જાડેજા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા ડ્રા.પો.કોન્સ. સાહીલભાઇ ખોખર એ કરી હતી.

(10:53 am IST)