Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

થાન-ચોટીલા રોડ ઉપર બાઇક-ડમ્પર વચ્ચે અકસ્માતમાં ૨ યુવકો ગંભીર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૧: થાન ચોટીલા રોડ ઉપર આવેલ અવાલિયા ઠાકરની જગ્યા પાસેના વળાંકમાં બાઈક તથા ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બે બાઇક સવારને ગંભીર ઇજા થવાનો બનાવ બનતા પ્રાથમિક સારવાર માટે ચોટીલા લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

થાનના આંબેડકરનગરમાં રહેતા બે યુવાનો સોમવારના રોજ પોતાનું બાઈક લઇ ઝરીયા મહાદેવ તથા અવાલિયા તરફ ગયા હતા.

જયાંથી સાંજના લગભગ ૭-૦૦ કલાક આસપાસ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે અવાલિયાના વળાંકમાં ડમપર તથા બાઈક અથડાતાં બંને યુવાનો રોડ ઉપર પટકાઈ ગયા હતા. જયારે ડમપર ચાલક નાસી છૂટયો હતો બનાવની જાણ ૧૦૮ ને કરવામાં આવતા બંને યુવાનોને પ્રાથમિક સારવાર માટે ચોટીલા લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(11:47 am IST)