Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કાલાવડ ભાજપ દ્વારા વૃક્ષારોપણ

કાલાવડ : ભારતીય જનતા પક્ષ કાલાવડ શહેર દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીના યશસ્વી કાર્યકાળને એક વર્ષ પુર્ણ થતા સેવાકાર્ય અંતર્ગત કાલાવડ શહેર પ્રમુખ હસમુખભાઇ વોરાની આગેવાનીમાં અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાની પ્રેરક ઉપસ્થિતીમાં મછલીવડ રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કાલાવડના પુર્વ ધારાસભ્ય સ્વ.કેશુભાઇ ઠેશીયાની સ્મૃતિમાં આ ઉપવનનું કેશવ ઉપવન તરીકે નામકરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં વૃક્ષોના ૨૦૦ જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા અને ૩૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, મનોજભાઇ જાની, જીલ્લા મંત્રી હિનાબેન રાખોલીયા, શહેર ભાજપ મહામંત્રી મહેશભાઇ સાવલીયા, વિનોદભાઇ રાખોલીયા, માર્કેટીંગયાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ન.પા. પ્રમુખ અજમલભાઇ ગઢવી, ઉપપ્રમુખ ભુપતભાઇ વિરાણી, કારોબારી ચેરપર્સન રંજનબેન રાખોલીયા, જા.ડી.કો.ઓ.બેંકના ઉપપ્રમુખ રાજુભાઇ વાદી, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમીતભાઇ ડોબરીયા, અભિષેકભાઇ પટવા, વિજયભાઇ ફળદુ, વિરેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ડીરેકટર જમનભાઇ તારપરા, મુરતુજાભાઇ સાદીકોટ, કેશુભાઇ સોલંકી, ન.પા.ના સદસ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:51 am IST)