Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રીલીજીયસ-ફોરેસ્ટ એન્ડ ઝીઓલોજી-મરિન ક્ષેત્રના નવિન અભ્યાસક્રમો શરૂ કરીને દેશ-દુનિયાના યુવાઓને આ ક્ષેત્રે અભ્યાસ કારકિર્દીની તક પુરી પાડે

જૂનાગઢમાં વિજયભાઈના હસ્તે નરસિંહ મહેતા યુનિ.ના વિદ્યાર્થીઓને પદવી એનાયત : પ્રથમ સમારોહમાં પૂ. ભાઈશ્રીને પીએચડીની પદવી અપાઈઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસનમંત્રી જવાહર ચાવડા, વિભાવરીબેન દવે સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ : લાયકાત એ માત્ર પ્રમાણપત્ર જ નથી આપણા પદ સાથે જવાબદારી પણ જોડાયેલી છે : પૂ. રમેશભાઇ ઓઝા 'પૂ.ભાઇશ્રી'

જુનાગઢ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિજયભાઇ રૂપાણીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી તેમજ પૂ. રમેશભાઇ ઓઝાને ડોકટરેટની ડિગ્રી એનાયત કરાય : જુનાગઢ તા. ર૧: ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝાને ડોકટરેટની ડિગ્રી અર્પણ કરાઇ હતી.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢની ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત યુવા વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવા આહવાન કર્યુ હતુ.

૨૦૧૫ માં સ્થપાયેલી આ ભકિત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ૧૬૨ કોલેજીસના ૩૦ હજારથી વધુ છાત્રોને વિવિધ ૬ ફેકલ્ટીઝમાં પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત ૪૩ દિકરીઓ સહિત ૫૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોરબંદરના સાંદિપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિદ્ઘ ભાગવત કથાકાર પૂજય રમેશભાઇ ઓઝાને આ યુનિવર્સિટી દ્વારા માનદ્ ડોકટરેટની પદવી પણ મુખ્યમંત્રીશ્રીએ આ પદવીદાન સમારંભમાં એનાયત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યુ કે, કોન્વોકેશન-પદવીદાન એતો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા-દિક્ષાની આગવી વિશેષતા છે. ભગવાનશ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને જ શિક્ષા-દિક્ષા મેળવી હતી.

તેમણે પદવી પ્રાપ્ત વિધાર્થીઓને સ્પષ્ટ પણે જણાવ્યુ કે, હવે તમારે દ્યેદ્યુર વડલાની વડવાઇઓની જેમ કારકિર્દી દ્યડતર અને કેરીયરમાં વિશાળ સમાજ હિત વટવૃક્ષ જેવા બનવાનુ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે, સંસ્કૃત યુનિવર્સિટી અને યોગ યુનિવર્સિટી જેવી ભારતીય પરંપરાગત શિક્ષણપ્રાણાલીથી યુવાઓને સજ્જ કરતી યુનિવર્સિટીઓ સાથો સાથ ગુજરાતે સમયાનુકુલ શિક્ષણ માટે સેકટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ફોરેન્સીક સાયન્સ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, જેવી આધુનિક શિક્ષણ સુવિધાઓ યુવાઓને ઘર આંગણે પુરી પાડી છે.

'સમાજ હિત અને રાષ્ટ્ર હિતને જ સર્વોપરિ માનીને વ્યકિતગત જીવન દ્યડતર સાથે સમાજે આપણને અત્યાર સુધી જે આપ્યુ છે તે હવે આપણે સમાજને પરત આપવાની શરૂઆત થાય છે'તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ આ યુનિવર્સિટીનુ નામ જેની સાથે જોડાયેલુ છે તે ભકત કવિ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવજન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે... નો વિશેષ ઉલ્લેખ કરતા યુવાનોને આહવાન કર્યુ કે, હવે તમારે વૈષ્ણવજન તરીકે સમાજના દુખી-પીડીત-જરૂરતમંદ લોકોની સંવેદના સમજીને તેમના કલ્યાણ માટે, સમાજ દાયિત્વ માટે કર્તવ્યરત રહેવાનુ છે.

તેમણે નવિન પંખ કે લીયે નવિન પ્રાણ ચાહીયેની વિભાવના આપતા જણાવ્યુ કે, પાઠ્યક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે મા ભારતીને વિશ્વગુરૂ બનાવવા, નયા ભારતનુ નિર્માણ કરવા નવી ઉર્જા અને સામર્થ્યથી યુવાનોએ સજ્જ થવાનુ છે.

મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત અને ઉત્ત્।મથી સર્વોત્ત્।મ ગુજરાત બનાવવામાં યુવા શકિત પોતાના જ્ઞાન-કૌશલ્ય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી સંવાહક બને તેવુ આહવાન પણ કર્યુ હતુ.

આ તકે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સૂત્ર છે કે, ગુજરાત જોબ સીકર નહિ, જોબ ગીવર બને જેના ભાગરૂપે ગુજરાત એકમાત્ર રાજય છે. જેને યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે. શિક્ષણમંત્રીશ્રીએ વધુમાં પદવીધાકોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, આજ સુધીની પરીક્ષા સીલેબસ આધારીત હતી. હવે અનએકસપેકટેડ હશે. તેમણે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા જણાવ્યુ હતુ કે, વિશ્વાસુ, જવાબદાર, ધાર્મિક, પ્રમાણિક, વિવેકી અને શીસ્ત જાળવવા સાથે વ્યવહારીક જીવનમાં રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યુ હતુ.

આ તકે જાણીતા ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ પદવીધારકોને આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતુ કે, આજે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગરીમાપૂર્ણ જવાબદારીના ભાવ સાથે પોતાની પદવીને સ્વીકારવાનો અવસર છે. શાળા, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો મળીને આપણને લાયક બનાવે છે. અને પછી એક ડિગ્રી એનાયત કરે છે. એક લાયકાત અહિથી પ્રાપ્ત થાય છે. લાયકાત એ માત્ર પ્રમાણપત્ર જ નથી, આપણા પદ સાથે જવાબદારી પણ જોડાયેલી છે. ભાઇશ્રીએ પદવીધારકોને કૌશલ્ય, નિષ્ઠા અને જવાબદારી સાથે અસરકારક રીતે દરેક ક્ષેત્રે કામગીરી કરવા આહવાન કર્યુ હતુ.

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડાઙ્ખ.ચેતન ત્રિવેદીએ સૌનુ સ્વાગત કરી કહ્યુ કે, સામાજિક દાયીત્વ સાથે નરસીંહ મહેતા યુનિવર્સિટી કાર્યરત છે. વિદ્યાર્થીઓને સમય પ્રમાણેનુ શિક્ષણ આપવ સાથે સ્કીલ ડેવલપમેન્ટ અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, રીસર્ચ તેમજ ઇનોવેશન સહિતની બાબતોએ પ્રકાશ પાડ્યો હતો.

યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, શિક્ષણ રાજયમંત્રીશ્રી વિભાવરીબેન દવે,જુદી-જુદી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, અગ્રણીશ્રી પુનિતભાઇ શર્મા, કિરીટભાઇ પટેલ, દિનેશભાઇ ખટારીયા, રેન્જ આઇ.જી.શ્રી મનીન્દરસિંહ પવાર, જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ, મ્યુ.કમિશનરશ્રી આર.એમ.તન્ના, પ્રો.અતુલ બાપોદરા સહિત શિક્ષણવિદો, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ તકે યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ મયંક સોનીએ આભાર વિધી કરી હતી.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા ચારેય જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડવામાં સતત પ્રોત્સાહન મળતું રહે તે હેતુથી વિવિધ ગોલ્ડ મેડલના દાતાઓએ રીતસર દાનની સરવાણી વહાવી છે. સ્નાતક કક્ષાએ સ્વ. ભગવાનભાઈ ભાભાભાઈ બારડ, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી, ડો. વી.આર. ગોઢાણીયા, સ્વ. નિર્મલાબેન નવલભાઈ જોશી તથા ડો. હરિભાઈ એસ. ગોધાણીના નામનો ગોલ્ડ મેડલ અપાયો હતો. જ્યારે અનુસ્નાતક કક્ષાએ સ્વ. પ્રો. ડી.એલ. રામ, ડો. રમાબેન દિનુભાઈ દેવાણી-કેશોદ, નટુભાઈ રણમલભાઈ ભાટુ, રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતા, ડો. સુભાષ પેથલજીભાઈ ચાવડા, માતુશ્રી લતાબેન જે. લાલ તથા શેઠ જેન્તીભાઈ જે. લાલ, સ્વ. ચંપાબેન વલ્લભભાઈ વડોદરીયા, વૃંદાવન કેળવણી મંડળ (હીરાભાઈ જોટવા), ડો. ભાવનાબેન મશરૂ, સ્વ. ડો. ભરતભાઈ બારડ, સ્વ. જીતુભાઈ હીરપરા પરિવાર, શ્રીમતી કંચનબેન કાકુભાઈ સવજાણી, ડો. સુભાષ પેથલજીભાઈ ચાવડા, ડો. વી.આર. ગોઢાણીયા, વી.જે. મોઢા કોલેજ પોરબંદર, સ્વ. જસુભાઈ ધાનાભાઈ બારડ (હ. શૈલેશભાઈ) તથા કાકુભાઈ મનજીભાઈ સવજાણીના નામનો ગોલ્ડમેડલ આપવામાં આવશે. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ હોય, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્દો, ટીચીંગ તથા નોન-ટીચીંગ સ્ટાફમાં ભારે ઉત્સાહ છવાયો હતો.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, એકઝીકયુટીવ કાઉન્સિલ, બોર્ડ ઓફ ગવર્નર્સ, એકેડેમિક કાઉન્સિલ સહિતના સત્તા મંડળો તથા યુનિવર્સિટીના ટીચીંગ-નોન ટીચિંગ સ્ટાફ સહિતના લોકોની કોર કમિટી તથા અન્ય કમિટીઓ કાર્યરત બનીને જહેમત ઉઠાવી હતી.

  • ઐતિહાસિક ધરોહર ઉપરકોટની મુલાકાત લેતા વિજયભાઈ રૂપાણી
  • ૪૫ કરોડના ખર્ચે કાર્યરત કામગીરીનું નિરીક્ષણ કર્યુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧ :. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બપોરના ઐતિહાસિક ધરોહર ઉપરકોટની મુલાકાત લીધી હતી.

અહીં ઉપરકોટને નવા રૂપરંગ આપવા રૂ. ૪૫ કરોડના ખર્ચે કાર્યરત કામગીરીનું શ્રી રૂપાણીએ નિરીક્ષણ કર્યુ હતુ અને જરૂરી સૂચના આપી હતી.

આ તકે પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ ઉપરકોટના વિકાસ માટે પ્રવાસન વિભાગે હાથ ધરેલા કામો અંગે મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.  મુખ્યમંત્રીશ્રીએ વિકાસ કામો ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપી હતી.

(3:16 pm IST)