Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

લીંબડી હાઇ-વે ઉપરથી ૮.૪૦ લાખનો ૧૨ હજાર લિટર બાયોડીઝલનો જથ્થો જપ્ત

એલસીબી ટીમે રૂ. ૩૯.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : આરોપીઓની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: સુરેન્દ્રનગર એલસીબી ટીમે લીંબડી હાઇ-વે ઉપરથી રૂ. ૮.૪૦ લાખનો ૧૨ હજાર લિટર બાયોડિઝલ સહિત રૂ. ૩૯.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડી.એમ. ઢોલની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ મામલતદારશ્રી લીંબડી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીના પુરવઠા નિરીક્ષકશ્રી, તેમની ટીમ વિગેરે અધિકારીશ્રીઓ માથે સંકલન રાખી સંયુકત ઓપરેશન હાથ ધરી લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અવધ હોટલના કમ્પાઉન્ડમાં પુર્વે બાજુ બનાવેલ ઓરડીમાં તથા ખુલ્લા વંડામાં ઔનભાઇ અભાભાઇ અસ્વાર જાતે રાજગોર બ્રાહમણ રહે.ગોકુળનગર, જામનગર વાળા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી બાયોડીઝલનું વેચાણ કરે છે. તેવી બાતમી હકીકત મેળવી તુરત જ સમગ્ર ટીમ દ્વારા તે જગ્યાએ છાપો મારી બાયોડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી આશરે લીટર-૧૨,૦૦૦ કિ.રૂ.૮,૪૦,૦૦૦/- તથા બાયોડીઝલ જેવા જવલનશીલ પ્રવાહી ભરવાનો ચુઅલ પં૫૧ કિ૨૫,૦૦૦/- તથા બાયોડીઝલ સંગ્રહના સાધનો લોખંડના ટાંકા નંગ-૨ કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા બેરલ નંગ-૫ કી..૨૫૦૦/- તથા કેરબા નંગ-૪ કી.૪૦૦/- બે હોર્સપાવરની ઇલેકટ્રીક મોટર નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા નાની મોટી નળીઓ નંગ-૩ કી.ફા.રૂ.૦૦/૦૦ તથા માપીયુ નંગ-૧ કી.રૂ.૦૦/- મળી કુલ રૂ.૯,૭૨,૯૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપી ગોપાલભાઇ માલદેભાઇ અસ્વાર રહે.પીપળીયા તા.જામ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાને પકડી પાડી તથા આરોપી અશ્વીનભાઇ અભાભાઇ અસ્વાર રહે જકાતનાકાની બાજુમાં, ગોકુળનગર, શેરી નંબર-૩, જામનગર વાળો હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધનો ગુન્હો લીંબડી પોલીસ સ્ટેશનમાં રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ ઇન્સ શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તેમજ શ્રી મામલતદાર શ્રી લીંબડી. તથા નાયબ મામલતદારશ્રી પુરવઠા લીંબડી, તથા જીલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીના પુરવઠા નિરીક્ષકશ્રી તથા ટીમ દ્વારા રેઇડ કરી બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડેલ છે.

(11:54 am IST)