Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભાણવડનાં ચાર પાટીયા નજીક ટ્રકમાં બેરલ ભરી લઇ જવાતું ર૭૦ લીટર બાયોડિઝલ ઝડપાયુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :.. ભાણવડ પોલીસ મથકનો સ્ટાફ ચાર પાટીયા પાસે પેટ્રોલીંગમાં હોય ત્યારે પસાર થતાં જીજે-૧ર -એઝેડ-૭પ૭૬ નં.ના ટ્રકને રોકી તેમાં રાખવામાં આવેલા બેરલમાં જોતા બાયોડિઝલનો ર૭૦ લીટર જથ્થો કિ. રૂ. ૧૬,ર૦૦નો મળી આવતાં પોલીસે બાયોડિઝલનો જથ્થો, ટ્રક મળી કુલ ૧પ,૧૬,ર૦૦ નો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક ઉપલેટાના મોજીરાના રામા દેવાયત ભારાઇને ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)