Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સોમનાથ બાયપાસ ઉપર મોટરકારે મોટરસાઈકલ ચાલકને હડફેટે લેતા ઘટનાસ્થળે મૃત્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: સોમનાથ બાયપાસ રોડ ઉપર મોટરસાઈકલ લઈને જતા શખ્સને મોટરકારે પાછળ થી પુર ઝડપે આવી હડફેટે લીધેલ હતો જેથી તેનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું મોટરકાર પણ દુર સુધી ફગોળાય ગયેલ હતી હીટ એન્ડ રનની ઘટના બનતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

સોમનાથ બાયપાસ રોડ ઉપર ભાલકા હાઉસીગ સોસાયટી માં ઈસ્માયલ નુરભાઈ રાઠોડ મોટરસાઈકલ લઈને જતા હતા તે મધુવન હોટલ પાસે સવારે ૧૧ વાગ્યા ના અરસામાં નાસ્તો કરીને રોડ ઉપર નિકળેલ હતા ત્યારે બેફામ ચાલતી કારે તેને હડફેટે લેતા ધટના સ્થળે મૃત્યુ થયેલ હતું અને આ મોટરકાર પણ દુર સુધી ફગોળાય ગયેલ હતી.

પ્રભાસપાટણ પોલીસે બનાવના સ્થળે જઈને તપાસ હાથ ધરેલ હતી અનેકના નિવેદનો લીધેલ હતા આ રોડ ઉપર બે ફામ પણે વાહન ચાલતા હોય છે દરરોજ નાની મોટી ઘટના બને છે પાછળ થી મોટરકારે જોરદાર અસ્કમાત કરેલ છે જેથી હીટ એન્ડ રન ઘટના બનેલ હોય તેમ નજરે જોનારા એ જણાવેલ હતું પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

(12:42 pm IST)