Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સિક્કામાં પત્નિએ માવતરથી પરત આવવાની ના પાડતા પતિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: સિકકા ગામે ટી.પી.એસ. કોલોની બ્લોક નં.૪૧૧/૮ માં રહેતા કલાસિંહ રાજપતસિંહ તોમર, ઉ.વ.પ૯, એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૭–ર૧ ના આ કામે મરણજનાર ધર્મેન્દ્રસિંહ કલાસિંહ તોમર, ઉ.વ.ર૯, રે. ટી.પી.એસ. કોલોની બ્લોક નં.૪૧૧/૮ સિકકા ગામવાળાને તેની પત્ની પ્રિયા ને છેલ્લા ત્રણ ચાર માસથી બન્ને જણા વચ્ચે અવાર નવાર નાની નાની બાબતમાં ઝઘડો થતો હોય અને મરણજનાર ધર્મેન્દ્રસિંહ તેની પત્નીને એકાદ માસ પહેલા તેના માવતરે મૂકી આવેલ હોય અને આજથી ચારેક દિવસ પહેલા પોતાની પત્નીને તેડવા માટે જવાનું કહેતા પોતાની પત્નીએ સિકકા આવવાની ના પાડેલ હોય જેથી મરણજનાર ધર્મેન્દ્રસિંહને મનમાં લાગી આવતા પોતાની મેળે પોતાના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

પેટમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત

જોડીયા તાલુકાના પીઠળ ગામે ગોપાલભાઈની વાડીએ રહેતા  રવિભાઈ જુવાનસિંહ મેવાડી, ઉ.વ.ર૦ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર શીતલબેન રવીભાઈ મેવાડી, ઉ.વ.ર૦, રે. ગોપાલભાઈની વાડી પીઠળ ગામવાળા પોતાના પતિ સાથે પોતાના વતન જતા હતા તે દરમ્યાન અચાનક પેટમાં દુઃખાવો થવાથી સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર લીધેલ બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર ડોકટરે તેણીને મૃત જાહેર કરેલ હતી.

માર માર્યાની સામસામી ફરીયાદ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલમુનાફ હુશેનભાઈ ચંગડા, ઉ.વ.ર૬, રે. ગરીબનગર, પાણખાણ અછીલા ઓઈલ મીલની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૭–ર૦ર૧ના મુંગાભાઈ ભજીયા વાળાની દુકાન પાસે, જામનગરમાં ફરીયાદી અબ્દુલમુનાફ ને આરોપી ઓસમાણભાઈ એ ફરીયાદી અબ્દુલમુનાફ ને પોતાની પાસે રહેલ હથોડીના બે ઘા માથાના ભાગે કરી ઈજા કરી તથા પોતાની પાસે રહેલ લાકડી વડે શરીરે આડેધડ માર મારી હાથમાં તથા પગમાં મુંઢ ઈજા કરી તથા સાહેદને પણ લાકડી વડે માથાના ભાગે માર મારી ઈજા કરી તથા ઢીકાપાટુ તથા ઠોસા મારી ફરીયાદી અબ્દુલમુનાફભાઈને તથા સાહેદ સબીર ઓસમાણને ઈજા કરી તથા આરોપી કાસમ એ ફરીયાદી અબ્દુલમુનાફ ને લાકડી વડે શરીરે માર મારી મુંઢ ઈજાઓ કરી ભુંડી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઓસમાણ હુશેનભાઈ કંુગળા, ઉ.વ.૩૬, રે. ગરીબનવાઝ સોસાયટી, શેરી નં.૪, પ્લોટ નં.૪૦ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૭–ર૦ર૧ના મુંગાભાઈ ભજીયા વાળાની દુકાન પાસે, જામનગરમાં ફરીયાદી ઓસમાણને આરોપી સબીરભાઈએ ફરીયાદી ઓસમાણ ને ઝાપટ મારી પોતાના પાસે રહેલ હથોડીના બે ઘા મારી ઈજા કરી તથા આરોપી સબીરભાઈએ સાહેદ કાસમને હાથ વડે ઠોસા મારી તથા આરોપી મુનાફભાઈ ફરીયાદી ઓસમાણભાઈના દિકરા મોહીનને હાથની કોણીમાં હથોડી મારી મુંઢ ઈજા કરી તથા આરોપી મુકલ તથા રફીક ઓએ ફરીયાદી ઓસમાણને લાકડીના ધોકા વડે આડધેડ ઘા કરી બંન્ને હાથમા તથા વાસામાં તથા પગમાં મુંઢ મુંઢ ઈજાઓ  કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂના જથ્થા સાથે ઝડપાયો

પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કરણસિંહ ગોપાલસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૭–ર૦ર૧ના દરેડ જી.આઈ.ડી.સી. એપલ ગેઈટ–ર પાસે, કારખાના સામે જાહેરમાં આ કામના આરોપી રામશી વેજાણંદભાઈ કરમુર, રે. કોઝા ગામ વાડી વિસ્તાર, તા.જિ.જામનગરવાળો પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશ દારૂની કુલ બોટલો નંગ–૧૦૮, કિંમત રૂ.પ૪૦૦૦/– ની મંગાવી વેચાણ અર્થે રાખેલ હોય તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.પ૪,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલાસણ ગામે જુગાર રમતા ત્રણ  ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેશભાઈ બટુકભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૭–ર૦ર૧ ના વાલાસણ ગામના પાદરમાં આવેલ ચબુતરાના ઓટા ઉપર આ કામના આરોપી કુલદીપસિંહ મહાવીરસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ નાથુભા વાળા, ઈન્દ્રજીતસિંહ રઘુવીરસિંહ વાળા, રે. વાલાસણ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩ર૧૦/– તેમજ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૩૭૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પોલીસમાં અરજી  કર્યાનો ખાર રાખી માર માર્યો

પંચ બી પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ અનોપસિંહ જાડેજા, ઉ.વ.૩ર, રે. ગોકુલનગર, રડાર રોડ, દલવાડી સોસાયટી, આશાપુરા પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૭–ર૦ર૧ના કનસુમરા પાટીયાથી પરફેકટ કારખાના સામે આરોપી અજય ખીમજી મકવાણા એ ફરીયાદી મયુરસિંહ ના પત્નિને ફોન તથા મેસેજ કરી હેરાન કરતો હોય જેથી ફરીયાદી મયુરસિંહએ પોલીસમાં અરજી આપેલ જેનું મનદુઃખના કારણે ફરીયાદી મયુરસિંહ કારખાને થી ઘરે જતા હોય ત્યારે રસ્તામાં રોકી આરોપી બે અજાણ્યા માણસોએ પકડી રાખી આરોપી અજય ખીમજી મકવાણા એ ધોકા વડે ફરીયાદી મયુરસિંહને  ધોકા વડે ડાબા પગમાં બે ત્રણ ઘા કરી ફેકચર કરી ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજા કરી તથા અજાણ્યા આરોપી એ છરી કાઢી મારવા જતા ફરીયાદી મયુરસિંહ ખસી ગયેલ હોય જેથી ઈજા થયેલ હતી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:12 pm IST)